ઉઘરાણી મામલે વિવાદ:રાજકોટમાં 100 રૂપિયાની ઉઘરાણી મુદ્દે બે શખસોએ મહિલાની છેડતી કરી, ચાર શખસો વચ્ચે મારામારી, બે ઇજાગ્રસ્ત

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે હાલ બે આરોપીની ધરપકડ કરી છે. - Divya Bhaskar
પોલીસે હાલ બે આરોપીની ધરપકડ કરી છે.

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોક નજીક આવેલા ભગતસિંહ ગાર્ડન પાછળ હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં 100 રૂપિયાની ઉઘરાણી મુદ્દે બે શખ્સો વચ્ચે ડખ્ખો થતા બન્ને શખ્સો અને તેના મિત્રો સામસામા આવી ગયા હતા અને મારામારી થઈ હતી. જેમાં બે વ્યકિતને ઈજા પહોંચી હતી અને આ માથાકૂટમાં ગઈકાલે રાત્રીના એક બાઈક પણ સળગાવવામાં આવ્યું હતું. જેમાં મોડી રાતે બનેલા બનાવમાં યુનિવર્સિટી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ મામલે બન્ને પક્ષની સામેસામે પોલીસ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય બે આરોપી ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા
અન્ય બે આરોપી ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા

ઉછીના રૂપિયા આપવા મામલે બોલાચાલી થઈ હતી
પ્રાપ્ત વિગત મુજબ અગાઉ બજરંગવાડીમાં રહેતા અને હાલ આકાશવાણી ચોક નજીક આવેલા ભગતસિંહ ગાર્ડન પાછળ હાઉસિંગ બોર્ડના ત્રણ માળિયા ક્વાર્ટરમાં રહેતા અને ફ્રૂટની વખાર ધરાવતા શબ્બીર ઉર્ફે ગનીને હાઉસિંગ બોર્ડના ત્રણ માળિયા ક્વાર્ટર બ્લોક નંબર 40માં ક્વાટર્સ નંબર 748માં રહેતા મૂળ ચિત્રાવડના ઇન્દ્રજીતસિંહ કનકસિંહ ચુડાસમાએ થોડા સમય પહેલા ગનીને રૂ.100 ઉછીના આપ્યા હતા.
જેની ઉઘરાણી બાબતે બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી.

ગઈકાલે આ મામલે બાઇક સળગાવવામાં આવ્યું હતું.
ગઈકાલે આ મામલે બાઇક સળગાવવામાં આવ્યું હતું.

રૂપિયાની ઉઘરાણી માટે છેડતી કરી
આ દરમિયાન શબ્બીરની પત્ની હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં નીકળી ત્યારે જયદેવ રામાવત અને ઈન્દ્રજીતસિંહે 100 રૂપિયાની ઉધરાણી કરી તેની છેડતી કરતા શબ્બીરની પત્નીએ ઝગડો કયો હતો અને આ અંગે પતિ શબ્બીરને જાણ કરી હતી. પતિ શબ્બીર ત્યાં આવી જતા જયદેવ રામાવત અને ઈન્દ્રજીતસિંહે તેની સાથે પણ માથાકૂટ કરી હતી. જે બાબતે શબ્બીર અને જયદેવ વચ્ચે ડખ્ખો થયો હતો. શબ્બીરે આ અંગે પોતના મિત્રો શુભમ સાગરભાઈ પરમાર અને દર્શન રાજેશભાઈ વાઘેલાને જાણ કરી હતી. મિત્રની પત્નીની છેડતી અને ઉધરાણીના ડખ્ખામાં સમાધાન માટે ગયા હતા.

વાત વણસતા બાઇક સળગાવી
દરમિયાન વાત વણસતા ચારેય વચ્ચે માથાકૂટ થતાં સાગર અને દર્શન ઉપર ઇન્દ્રજીતસિંહ અને જયદેવે છરીથી હુમલો કર્યો હતો. સમા પક્ષે શબ્બીરે ઉઘરાણી મુદ્દે થયેલા ઝગડાનો ખાર રાખી ઇન્દ્રજીત અને જયદેવના બાઈકમાં તોડફોડ કરી હતી અને એક બાઈક સળગાવી ભાગી ગયો હતો. બજરંગ વાડીમાં રહેતા શુભમ પરમાર (ઉ.વ.25) અને દર્શન વાઘેલા (ઉ.વ.24) ઉપર થયેલા હુમલા બાદ બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

પોલીસે કાર્યવાહી કરી
આ મામલે પણ યુનિવર્સિટી પોલીસે બન્ને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધી છે. જેમાં શુભમ સાગરભાઈ પરમારની ફરીયાદને આધારે પોલીસે ગાર્ડન પાછળ હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં બ્લોક નંબર 40 ક્વાટર્સ નંબર 748માં રહેતા મૂળ ચિત્રાવડના ઇન્દ્રજીતસિંહ કનકસિંહ ચુડાસમા(ઉવ 22) અને બ્લોક નંબર 31 ક્વાટર્સ નંબર 592માં રહેતા જયદેવ મહેશભાઈ રામાવત (ઉવ 20) સામે ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી છે. જ્યારે સામા પક્ષે જયદેવ મહેશભાઈ રામાવતની ફરિયાદને આઘારે પોલીસે શબ્બીર ઉર્ફે ગની તેમજ જામગનર રોડ ઉપર બજરંગ વાડીમાં રહેતા રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે સિગ્મા ઈન્સ્યોરન્સ કંપનીમાં નોકરી કરતા શુભમ સાગરભાઈ પરમાર અને તેના મિત્ર બજરંગ વાડીમાં રહેતા દર્શન રાજેશભાઈ વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધી બન્ને જ્યાં સારવારમાં દાખલ છે ત્યાં પોલીસનો જાપ્તો ગોઠવી દીધો છે જેને રજા આપ્યા બાદ બન્નેની ધરપકડ કરાશે.

અન્ય સમાચારો પણ છે...