તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:કર્ફ્યૂમાં ગાંજો લઇ નીકળેલા બે શખ્સ બાઇક મૂકી પલાયન

રાજકોટ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શાસ્ત્રીમેદાન, ટેક્સી સ્ટેન્ડ પાસે જુગાર રમતા 9 પકડાયા

બી ડિવિઝન પોલીસમથકનો સ્ટાફ ગત રાત્રીના તેમના તાબામાં આવતા ભગવતીપરા વિસ્તારમાં કર્ફ્યૂનો અમલ કરાવવા પેટ્રોલિંગ કરી રહ્યાં હતા. ત્યારે સાડા બાર વાગ્યાના અરસામાં શાળા નં.43 નજીક સામેથી એક ડબલ સવારી બાઇક આવતું હોય તેને ઊભા રહેવાનો ઇશારો કર્યો હતો. આ સમયે પોલીસને જોઇ ગભરાઇ જતા બાઇક સ્લીપ થઇ ગયું હતું અને બાઇક સવાર બે શખ્સ અંધારાનો લાભ લઇ બાઇક છોડી ભગવતીપરા નદી તરફ ભાગી ગયા હતા.

પોલીસને જોઇ બાઇક છોડી બંને શખ્સ નાસી જતા શંકાના આધારે પોલીસ ટીમ બાઇક પાસે પહોંચી હતી. તપાસ કરતા બાઇકના નંબર પણ ન હતા. જ્યારે બાઇકમાંથી પ્લાસ્ટિકની એક કોથળી મળી આવી હતી. જેમાં તપાસ કરતા અંદરથી ગાંજાના પાંદડાં મળી આવ્યા હતા. પોલીસે બાઇક તેમજ માદક પદાર્થવાળી કોથળી કબજે કરી પોલીસ મથક લઇ જઇ ગાંજાના જથ્થાનું વજન કરતા 980 ગ્રામ ગાંજાનો જથ્થો હોવાનું જાણવા મળ્યું હતું. પીઆઇ ઔસુરાએ ફરિયાદી બની નાસી ગયેલા બંને શખ્સ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે બાઇકના નંબર ન હોય એન્જિન, ચેસીસ નંબરના આધારે નાસી ગયેલા શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસે શહેરના જુદા જુદા બે સ્થળે જુગારના દરોડા પાડી 14 જુગારીને પકડી પાડ્યા છે. શાસ્ત્રીમેદાન પાસે આવેલા ટેક્સી સ્ટેન્ડ નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા રમજાન રહીમ સંધી, એઝાઝ મહેબૂબ તરકવાડિયા, વિક્રમ નાથા મુંધવા, અજય મનસુખ બારૈયા, જીતુ માલા વાળા, તુષાર જયેશ ઓડ, કલ્પેશ નાથા મુંધવા, જીગર વિનુ દૂધરેજિયા અને કિરીટ સમાત વાઘેલાને પોલીસે પકડી પાડ્યા હતા.

પોલીસે જુગારના પટમાંથી રોકડા રૂ.8140 કબજે કર્યા છે. બીજો દરોડો ભીલવાસમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા અલ્તાફ હૈદર કાદરી, સલીમ અબ્દુલ શેખ, નજીર સલીમ દલવાણી, ઇસ્માઇલ હાસમ કટારિયા, ઇસુબ ઉર્ફે બકરો હબીબ ખેભરને પ્રદ્યુમ્નનગર પોલીસે પકડી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો