રાજકોટ ક્રાઈમ ન્યુઝ:જાહેરમાં બિલ્ડર પર બે શખસનો છરી-પાઇપથી હુમલો, વળતા પ્રહારમાં વેપારી સહિત બેને ઇજા, દૃશ્યો CCTVમાં કેદ

ક્રાઈમ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સમગ્ર ઘટના CCTVમાં કેદ - Divya Bhaskar
સમગ્ર ઘટના CCTVમાં કેદ
  • સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસમાં સામસામી ફરિયાદ દાખલ
  • BRTS રૂટ ઉપર લુખ્ખા તત્વોનો આતંક, વીડિયો વાઇરલ

રાજકોટમાં ખાખીનો ખોફ ઓસળ્યો હોઈ તેમ એકા એક સરાજાહેર મારામારીના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે ગઈકાલે નિર્મલા રોડ પર ભરબપોરે સરાજાહેર બે જૂથ વચ્ચે છરી-ધોકા વડે મારા મારી થતા સામસામે બેને ઈજા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવને પગલે આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થતા તેનો વીડિયો વાયરલ થયો હતો. આ મુદ્દે ગાંધીગ્રામ પોલીસે બન્ને પક્ષની ફરિયાદ પરથી સામ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઝઘડાનો ખાર રાખી હુમલો કર્યો
આ બનાવની વિગતો મુજબ કાલાવડ રોડ પર પ્રેમમંદિર પાસે સોના ધર્મેન્દ્રમાઈ ચુનીલાલ રાવલ (ઉ.વ.54) બપોરે નિર્મળા રોડ પર તેની શિવમ એસ્ટેટ નામની ઓફિસે બેઠા હતા તે દરમિયાન વિશાલ મહેતા અને લાલો પટેલ સહિતનાઓએ શાપર ખાતે પ્લોટ બાબતના ચાલતા ઝઘડાનો ખાર રાખી અને પ્લોટ પડાવી લેવાના ઇરાદે ઓફિસમાં છરી-ધોકા સાથે ઘૂસી ગાળો ભાંડી મારમાર્યો હતો.જેમાં તેને ઈજા પોસ્ટર સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો આ બધા અંગેની જાણ ગાંધીગ્રામ પોલીસને થતા પોલીસે ધર્મેન્દ્રભાઈ ફરિયાદ પરથી વિશાલ અને લાલા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

જાહેર નોટીસ આપી હતી
જયારે સામા પક્ષના વિશાલ શ્રીકાંતભાઈ મહેતા (ઉ.વ.36) પણ માર માર્યાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ થયો હતો જેમાં તેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે,વીનુભાઇ દેસાઇ સાથે તેનો શાપર વેરાવળ ખાતે આવેલ પ્લોટનુ રૂ.7 લાખમાં ટોકન આપી લખાણ કરાવી જાહેર નોટીસ આપી હતી. જે પ્લોટ બાબતે દિપક રાઠોડે પોતે ટોકન આપ્યું હતું. 'આ પ્લોટનું ટોકન આપેલ છે' તેમ કહી આ બાબતે વાતચીત કરવા બોલાવી આ પ્લોટ પોતાને જ લેવાનો છે. તેમ કહી આ પ્લોટ બળજબરીથી પડાવી લેવા માટે અપશબ્દો કહી ધર્મેન્દ્ર રાવલ અને દિપક રાઠોડએ લોખંડના પાઇપ વતી વિશાલભાઇ તથા પાર્થ ધાનાણી ઉર્ફે લાલાને મારમારતા બંનેને માથામાં ઇજા થતાં તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જેથી પોલીસે વિશાલની ફરિયાદ પરથી દિપક રાઠોડ અને ધર્મેન્દ્ર રાવલ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.

રાજકોટના BRTS રૂટ ઉપર લુખ્ખા તત્વોનો આતંક
છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં પોલીસની કોઈ ધાક જ રહી ન હોય તેવી રીતે લુખ્ખાઓ અને ટપોરીઓ શહેરીજનોને બેફામ રંજાડી રહ્યા હોય તેવા દૃશ્યો સામે આવી રહ્યા છે. જ્યાં હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં રાજકોટના BRTS રૂટ ઉપર યુવકો ગુપ્તી જેવા હથિયાર સાથે બાઇક ઉપર સ્ટંટ કરી રહ્યા છે. તોફાની તત્વોએ રાત્રીના આતંક મચાવીને પોલીસને પડકાર ફેંકતા હોય તેવા દૃશ્યો આ વીડિયોમાં જોવા મળ્યા હતા. હાલ આ વીડિયો મામલે માલવીયા નગર પોલીસે 10 શખ્સોને પકડી લીધા છે.

BRTS રૂટ ઉપર આતંક મચાવીને પોલીસને પડકાર ફેંકતા હોય તેવા દૃશ્યો
BRTS રૂટ ઉપર આતંક મચાવીને પોલીસને પડકાર ફેંકતા હોય તેવા દૃશ્યો

આ શખ્સોની ધરપકડ કરાઈ
પોલીસે BRTS રૂટમાં આવન-જાવન કરવા પર પ્રતિબંધ અંગેના જાહેરનામાં ભંગ તેમજ હથીયાર બંધી જાહેરનામા ભંગ કરનાર રાહુલ કનુભાઈ સોલંકી, પરેશ કનુભાઈ સોલંકી, રવી વજુભાઈ સોલંકી, અર્જુન દિનેશભાઈ જસાણી, મહેશ મનસુખભાઈ પરમાર, સાગર રમણીકભાઈ મકવાણા, વિપુલ અશોકભાઈ મોઢવાણીયા, અર્જુન ઘનશ્યામભાઈ ભટ્ટી, કિશન રમણીકભાઈ મકવાણા, નિલેશ ચંદુભાઈ કવીઠીયાની ધરપકડ કરીને પોલીસે ગુપ્તિ સહીતનો મુદામાલ પણ કબ્જે કર્યો હતો અને આ શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.