ભાજપ સમર્થક જૂથને ફટકો:રાજકોટ લોધીકા સહકારી સંઘમાંથી ઢાંકેચા જૂથના બે સભ્યોને હટાવાયા, રૈયાણી જૂથના બે સભ્યોની નિમણૂંક

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સંઘમાંથી ડી.કે.-બોઘરા આઉટ, કમાણી-જાડેજાને સ્‍થાન આપવામાં આવ્યું

સહકારી ક્ષેત્રે કરોડોનું ટર્ન ઓવર ધરાવતી રાજકોટ લોધીકા સહકારી સંઘના સંચાલક મંડળમાંથી ઢાંકેચા જૂથના બે સભ્યોને હટાવવામાં આવ્યા છે અને તેમના સ્થાને બે નવી નિમણૂંક કરવામાં આવી છે. સંચાલક મંડળની ચૂંટણી થઇ ગયા બાદ ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી પૂર્વે નવો ધડાકો થતાં સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સરકારે હવે ડી.કે. અને બોઘરાની નિમણૂંક રદ કરીને તેમના સ્થાને રૈયાણી જૂથના ટેકેદાર મનાતા લોધીકાના ગૌરવસિંહ જાડેજા અને રાજકોટના મુકેશ કમાણીની નિમણૂંક કરવામાં આવી છે.

અરવિંદ રૈયાણીનો ચેરમેન બનવાનો રસ્તો ખૂલ્યો
સરકારે નિયુક્ત કરેલા સભ્ય તરીકે ભાનુભાઈ મેતા યથાવત રહ્યાં છે. જો સરકારી સભ્યોને મતાધિકાર મળે તો ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીમાં રૈયાણી જૂથને બહુમતી મળી શકે છે. સરકારના તાજેતરના વલણથી અરવિંદ રૈયાણીનો ચેરમેન બનવાનો રસ્તો ખૂલ્યો છે. બન્ને જૂથ તરફથી એકબીજાના સભ્યો વિરુદ્ધ સામસામી અરજીઓ કરવાનો દોર યથાવત છે અને આવનારા સમયમાં રાજકીય અને કાયદાકીય દાવપેચ ખેલાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. નોંધનીય છેકે, અગાઉ સરકાર નિયુક્ત પ્રતિનિધિ તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખિયા, મહામંત્રીઓ ભરત બોઘરા અને ભાનુભાઈ મેતાની નિમણૂંક કરવામાં આવી હતી. જેની સામે અરવિંદ રૈયાણી જૂથે સ્ટે મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...