ક્રાઇમ:મોબાઇલ ઝૂંટવતી ગેંગના બે શખ્સ સકંજામાં, 7 ગુનાનો ભેદ ઉકેલાયો

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇન્દિરા સર્કલ અને બજરંગવાડી પાસેથી મોબાઇલ ઝૂંટવી ભાગ્યાની કબૂલાત

બે દિવસમાં બે સ્થળે મોબાઇલની ઝૂંટ કરનાર ચીલઝડપ કરતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. જામજોધપુરનો વતની અને કેકેવી હોલ નજીક એ.પી.પાર્કમાં રહેતો વિદ્યાર્થી કશ્યપ હિતેષભાઇ ખાંટ બે દિવસ પૂર્વે ઇન્દિરા સર્કલ પાસે ઊભો હતો.

મોબાઇલ પર વાતચીત કરતો હતો ત્યારે ડબલસવારી બાઇક ધસી આવ્યું હતું અને બાઇકમાં પાછળ બેઠેલા શખ્સે ઝોંટ મારી કશ્યપના હાથમાંથી મોબાઇલ આંચકી બંને શખ્સ નાસી ગયા હતા એ દિવસે જ સાંજે રૈયારોડ પર શિવાજીપાર્કમાં રહેતી અને જામનગર રોડ પર બજરંગવાડીમાં આવેલી ઓફિસમાં નોકરી કરતી ભૂમિ પ્રશાંત ખખ્ખર ઓફિસેથી નીકળીને ચાલીને ઘર તરફ જતી હતી ત્યારે ડબલસવારી બાઇક ધસી આવ્યું હતું અને તેમાં બેઠેલા શખ્સે ઝોંટ મારી ભૂમિના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી લીધો હતો, ભૂમિએ આ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં પોલીસ હરકતમાં આવી બે શખ્સને ઉઠાવી પૂછપરછ કરતાં તેણે બંને ચીલઝડપ ઉપરાંત અન્ય 5 ગુનાની કબૂલાત આપી હતી, તેમજ તેની સાથે અન્ય બે શખ્સની સંડોવણીની કેફિયત આપતા પોલીસે તે બંને શખ્સની શોધખોળ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...