તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનપાની તિજોરી છલકાણી:રાજકોટીયન્સને મોંઘવારી ન નડે, શહેરમાં 10 ટકા વળતરમાં 107 કરોડનો એડવાન્સ ટેકસ ભરતા બે લાખ આસામી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • એડવાન્સ ટેક્સ ભરવાના છેલ્લા દિવસે 24 કલાકમાં મનપાને 5.81 કરોડની આવક થઈ

રાજકોટ મનપાની એડવાન્સ વેરા વળતર યોજનાનો પ્રથમ તબકકો ગઇકાલે પૂરો થતા આ સમયગાળા દરમ્યાન મનપાને ટેકસની 107.ર6 કરોડની આવક થઇ છે. તો નાગરિકોને 10 કરોડ જેટલું વળતર મળ્યું છે. ગઇકાલે એડવાન્સ ટેક્સ ભરવાના છેલ્લા દિવસે 24 કલાકમાં મનપાને 5.81 કરોડની આવક થઈ છે.

રોકડથી 28 કરોડ અને ચેકથી 24.16 કરોડની આવક
મનપા દ્વારા વેરા વળતર યોજના હેઠળ આ વર્ષે 6 એપ્રિલથી એડવાન્સ ટેક્સ વસુલવાની શરૂઆત થઈ હતી. જ્યાં ગત તારીખ 30 જૂન સુધીના ત્રણ મહિનામાં 2,00,238 નાગરિકોએ 107.26 કરોડનો વેરો ભર્યો છે. જેમાંથી અર્ધાથી વધુ એટલે કે 1,14,091 લોકોએ ઓનલાઇન 55 કરોડનો વેરો જમા કર્યો છે. રોકડથી 28 કરોડ અને ચેકથી 24.16 કરોડની આવક થઇ છે. આ વર્ષે પણ ઓનલાઇન ટેકસ ભરનારા નાગરિક વધ્યા છે.

અરજદારો ઓનલાઇન પણ ટેક્સની ચૂકવણી કરી શકે
હવે આજથી જુલાઇ મહિનામાં પુરૂષ આસામીને 5 ટકા અને મહિલા આસામીને 10 ટકા વળતર ચાલુ રહેશે. હાલ રાજકોટ મહાનગરપાલિકાની તમામ વોર્ડ ઓફિસ ખાતે મિલકત વેરાની રોકડ અને ચેકથી વસૂલાત શરૂ કરવામાં આવશે. હાલ મનપાના ત્રણેય સિવિક સેન્ટર અને ત્રણેય ઝોન કચેરી ખાતે મિલકત વેરાની વસૂલાત થાય છે. આ ઉપરાંત અરજદારો ઓનલાઇન પણ ટેક્સની ચુકવણી કરી શકે છે.

રાજકોટીયન્સને મોંઘવારી ન નડે
ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર અને મ્યુકોરમાઇકોસિસના સંકટ વચ્ચે જયારે શહેરમાં મીની લોકડાઉનની અમલવારી થઈ હતી ત્યારે એવી શક્યતા સેવાઈ રહી હતી કે મનપાની વેરા આવકમાં ગાબડુ પડશે પણ આવકવેરાના આંકડા પરથી એ સિદ્ધ થાય છે કે રાજકોટીયન્સને મોંઘવારી ક્યારેય ન નડે.

અન્ય સમાચારો પણ છે...