ચોરી:40 અને 15 હજારની કિંમતની બે પતંગ તસ્કરો ચોરી ગયા!

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પતંગચોરીની ફરિયાદ નોંધાઇ
  • પતંગ મહોત્સવમાં સ્ટોલનો પડદો ઊંચકી કોઇ કળા કરી ગયું

ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાનમાં ગુરૂવારે યોજાયેલા પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના પતંગબાજોએ ભાગ લીધો હતો, પતંગ મહોત્સવ ચાલતો હતો ત્યારે પતંગબાજોને પતંગો રાખવા માટે અલગ અલગ સ્ટોલ આપવામાં આવ્યા હતા જેમાં બે સ્ટોલમાંથી રૂ. 55 હજારની કિંમતની બે પતંગની ચોરી થતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

કાલાવડ રોડ પરના ગોકુલમ ફ્લેટ્સમાં રહેતા ક્રિષ્નાબેન હિતેષભાઇ ગોહેલે પતંગચોરી અંગે એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી હતી, ક્રિષ્નાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, પતંગ મહોત્સવમાં પોતે ભાગ લીધો હતો, કોલેજના મેદાનમાં યોજાયેલા આ મહોત્સવમાં તેમને એક સ્ટોલ ફાળવવામાં આવ્યો હતો.

અને તે સ્ટોલમાં તેમણે લીલા કલરની દિલ આકારની પતંગ રાખી હતી, બપોરે પોણા ત્રણ વાગ્યે ક્રિષ્નાબેન પોતાના સ્ટોલમાં ગયા ત્યારે એ પતંગ જોવા મળી નહોતી, આસપાસમાં તપાસ કરવા છતાં પતંગનો પતો નહી લાગતા ચોરી થયાનું સ્પષ્ટ થયું હતું, આ પતંગ રૂ.40 હજારના ખર્ચે બની હતી, તેમજ અન્ય એક પતંગબાજ સચિનભાઇ નિતિનભાઇ બદિયાણીની રૂ.15 હજારની કિમતની ઇગલ આકારની પતંગ કોઇ ઉઠાવી ગયું હતું. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...