તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેદીઓના કાચ ખાવાનો સિલસિલો યથાવત્:જેલના બેરેકમાં બે હત્યારા કેદી કાચ ખાતા સારવારમાં

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાકાળમાં કોઇને કોઇ કારણથી ચર્ચામાં રહેતી રાજકોટ મધ્યસ્થ જેલમાં કેદીઓ દ્વારા કાચના ટુકડા ખાઇ આપઘાતનો પ્રયાસ કરવાના બનાવોનો સિલસિલો યથાવત્ રહ્યો છે. ત્યારે હત્યાના ગુનામાં સજા પડ્યા બાદ રાજકોટ જેલમાં સજા ભોગવી રહેલા અરવિંદ કેશુભાઇ રાઠોડ અને સુરેશ ધનજીભાઇ મકવાણાએ ગત રાતે બેરેકમાં કાચના ટુકડા ખાઇ લેતા બંનેને બંદોબસ્ત હેઠળ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

પોલીસ તપાસમાં બંને ભાવનગરના વતની છે અને હત્યાના ગુનામાં સજા ભોગવી રહ્યા હોવાનું પૂછપરછમાં જણાવ્યું છે. કાચ ખાઇ આપઘાત કરવાની કોશિશ કરનાર કેદી અરવિંદની પૂછપરછ કરતા તેની બહેનનું થોડા દિવસ પહેલા મૃત્યુ થયું છે. બહેનના મૃત્યુ બાદ પરિવારના સભ્યો કોઇ મળવા કે તેડવા નહિ આવતા માઠું લાગી ગયું હતું. જેથી એક જ બેરેકમાં રહેતા સુરેશ મકવાણાની થેલીમાં કાચ હોવાનું પોતે જાણતો હોય તેમાંથી કાચ કાઢી ખાઇ લીધાનું જણાવ્યું હતું.

જ્યારે સુરેશની પૂછપરછ કરતા અરવિંદે પોતાની થેલીમાંથી કાચ કાઢી ખાધા હોય તેની પૂછપરછમાં તેનું નામ ખૂલશે તેવી બીકે પોતે પણ થેલીમાં બાકી વધેલા કાચના ટુકડા ખાઇ લીધાનું સુરેશે પોલીસને જણાવ્યું છે. પોલીસ સૂત્રના જણાવ્યા મુજબ, અગાઉ સુરેશને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...