મચ્છરોનો આતંક:રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મધ્યસ્થ જેલના બે કેદી ને સારવાર માટે ખસેડાયા, એકનુ મલેરિયાથી મોત, અન્યની તબિયત સ્થિર

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતકની ફાઈલ તસવીર - Divya Bhaskar
મૃતકની ફાઈલ તસવીર
  • જેતપુરની લૂંટની ઘટનામાં મૃતકની સંડોવણી ખુલતા પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો
  • મૃતક આરોપી મુળ રાજસ્થાનનો વતની હતો

રાજકોટ જિલ્લા મધ્યસ્થ જેલના એક કેદીનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતા ચકચાર મચી છે. મૃતક કાચા કામનો કેદી નિતેશકુમાર મહેશકુમાર જાંગડ (ઉ.વ.24) મુળ રાજસ્થાનનો વતની છે. જેતપુરની લૂંટની ઘટનામાં તેની સંડોવણી ખૂલતા પોલીસે તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. મૃતક મેલેરિયાગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે.

બન્ને કેદીને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા
પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે સાંજે હેડ કોન્સ્ટેબલ મનોજભાઈ કેદી પાર્ટીના અન્ય સ્ટાફ સાથે રાજકોટ જેલના બે કેદીઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા. જેમાં નિતેશકુમાર જાંગડ અને તેજસ ભરત સારેલા (ઉ.વ.21)નો સમાવેશ થાય છે. બન્ને કેદીને ગઈકાલે સાંજે સાડા ચાર વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં કાચા કામના કેદી નિતેશકુમાર જાંગડનું વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે સારવાર દરમિયાન જ મોત નિપજ્યું હતું.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

આરોપીનો કોરોના ટેસ્ટ કરાયો હતો જે નેગેટિવ આવ્યો હતો
નિતેશકુમાર મુળ રાજસ્થાનનો વતની છે, જેતપુર પોલીસે લૂંટના ગુનામાં તેની ધરપકડ કર્યા બાદ 25 દિવસ પહેલાં તેને જેલ હવાલે કરાયો હતો. જેલમાં આવતા પહેલાં નિતેશનો કોરોના ટેસ્ટ કરાયો હતો જે નેગેટિવ આવ્યો હતો પરંતુ નવા કેદીને કવોરન્ટાઈન રાખવાનો નિયમ છે, તેથી તેને ખાસ સેલમાં કવોરન્ટાઈન રખાયો હતો. નિતેશને સતત તાવ આવતો હોવાથી પ્રથમ જેલના તબીબોએ જ તેની સારવાર ચાલુ રાખી હતી. ગઈકાલે નિતેશની તબિયત વધુ બગડતી જણાતા તેને રાજકોટ સિવિલમાં દાખલ કરવા તબીબોએ સલાહ આપતા અત્રે દાખલ કરાતા તેને મલેરિયા હોવાની પુષ્ટિ થઇ હતી અને સારવારમાં જ દમ તોડી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...