તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાતનો પ્રયાસ:રાજકોટ મધ્યસ્થ જેલમાં પારિવારિક ખટરાગથી બે કેદીએ કાચ ખાઇ લીધા, સિવિલ હોસ્પિટલ ખસેડાયા

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • કેદી સુરેશ અગાઉ સિવિલ હોસ્પિટલ પ્રિઝનર વોર્ડમાંથી નાસી છૂટ્યો હતો

કોઇને કોઇ કારણોથી ચર્ચામાં રહેતી રાજકોટ મધ્યસ્થ જેલમાં અવારનવાર કેદીઓ કાચ ખાઇ જતાં હોવાના બનાવ સામે આવી રહ્યાં છે. ત્યારે આજ રોજ વધુ એક કિસ્સામાં હત્યાના ગુનાના બે પાકા કામના કેદીએ કાચ ખાઇ લેતાં સિવિલ હોસ્પિટલના પ્રિઝનર વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.

છેલ્લા ઘણાં સમયથી જેલમાં હતા
રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે અરવિંદ કેશુભાઇ રાઠોડ (ઉં.વ.45) અને સુરેશ ધનજીભાઇ મકવાણા (ઉં.વ.38) સજા કાપી રહ્યાં છે. હત્યાના ગુનામાં સામેલ અને ભાવનગરના વતની બંને કેદીએ છેલ્લા ઘણાં સમયથી જેલમાં હતા. ગઈકાલે તેમણે રાતે કાચ ખાઇ લેતાં હોસ્પિટલમાં ખસેડાતાં પ્રદ્યુમનનગરના ASI કનુભાઇ માલવીયા અને રામજીભાઇ પટેલે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પોલીસે સજ્જડ બંદોબસ્ત ગોઠવ્યો
પોલીસ તપાસમાં કેદી અરવિંદના બહેન ગુજરી ગયા હોય તેમ છતાં તેને ઘરના કોઇ લોકો તેડવા ન આવતાં તેને માઠુ લાગી ગયું હતું. અને સાથી કેદી સુરેશની થેલીમાં કાચ પડ્યા હોય તે અંગે તે જાણતો હોય તેમાંથી કાચ કાઢી ખાઇ લીધા હતાં. આ પછી સુરેશને પોતાની થેલીમાંથી કાચ કાઢી અરવિંદ ખાઇ ગયો હોય પુછતાછમાં પોતાનું નામ ખુલશે તેવો ભય લાગતાં તે પણ વધેલા કાચ ખાઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે સુરેશને અગાઉ સિવિલ હોસ્પિટલ પ્રિઝનર વોર્ડમાં દાખલ કરાયો ત્યારે બારી તોડી ભાગી ગયો હતો. જોકે બાદમાં તેને થોડા દિવસ પછી પકડી લઇ ફરી જેલ હવાલે કરાયો હતો. આથી વધુ એક વખત જેલના બે ગંભીર ગુનાના કેદીને સારવાર માટે પ્રિઝનર વોર્ડમાં દાખલ કરવામાં આવતા વોર્ડમાં પોલીસનો સજ્જડ બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે.