બબાલ:રાજકોટના મવડીમાં મોડી રાત્રે મેસેજ મોકલવા બાબતે બે પક્ષો બાખડ્યા, 2 ઈજાગ્રસ્ત,13 સામે ફરિયાદ, પોલીસ ફોર્સ તૈનાત

રાજકોટ2 મહિનો પહેલા
જૂથ અથડામણમાં  2 લોકો ઈજાગ્રસ્ત થયા - Divya Bhaskar
જૂથ અથડામણમાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા
  • જૂથ અથડામણ બાદ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઈ
  • યુવકો વચ્ચે મોબાઈલ ફોન અને મેસેજ બાબતે જૂથ અથડામણ સર્જાઈ હતી: ACP જે.એસ.ગેડમ

રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં ગત મોડી રાત્રે બે જૂથો વચ્ચે મેસેજ મુકવા બાબતે અથડામણ સર્જાઈ છે. મહત્વનું છે કે, ગત મોડી રાત્રે જંગલેશ્વર-મવડી વિસ્તારના યુવકો વચ્ચે મોબાઈલ ફોન અને મેસેજ બાબતે જૂથ અથડામણ સર્જાઈ હતી.જેમાં જેમાં બંને જૂથના લોકો એક બીજા પર ભારે પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતાં તુરત ઘટના સ્થળે પહોંચી સ્થિતી કાબૂમાં લીધી હતી.

રાજકોટ શહેરના ACP જે.એસ.ગેડમ
રાજકોટ શહેરના ACP જે.એસ.ગેડમ

બંને પક્ષે ફરિયાદ નોંધાઈ
આ અંગે રાજકોટ શહેરના ACP જે.એસ.ગેડમે નિવેદન આપતાં જણાવ્યું રાજકોટ શહેરમાં ગત મોડી રાત્રે થયેલા જૂથ અથડામણ બાદ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઈ છે. ફરિયાદ નોધાતા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને અત્યારસુધી બંને પક્ષે 13 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. તેમજ પોલીસ દ્વારા શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી હતી.

પોલીસે ઘટનાસ્થળે પહોચી સ્થિતિ કાબૂમાં લીધી
પોલીસે ઘટનાસ્થળે પહોચી સ્થિતિ કાબૂમાં લીધી

શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ તળિયે
શહેરમાં માથાભારે શખ્સોને પોલીસનો સહેજ પણ ભય નહોય તેવો ઘાટ સર્જા‍યો છે. લુખ્ખાઓ બેફામ બન્યા છે. અને દરરોજ એવી ઘટનાઓ બને છે કે પોલીસની આબરૂના ધજાગરા ઉડે છે. અને લોકો પરેશાન થાય છે.

અન્ય સમાચારો પણ છે...