કુકર્મ:સગીરાને મોઢે ડૂમો દઇ અપહરણ કરી બે કુખ્યાત શખ્સે દુષ્કર્મ આચર્યું

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સોડા પીવા નીકળી ત્યારે નામચીન શખ્સોનો ભેટો થઇ ગયો

ચુનારાવાડમાં રહેતી 16 વર્ષની સગીરા મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં રહેતા તેના મામાના ઘરે ગઇ હતી. સોમવારે બપોરે સગીરા સોડા પીવા નીકળી હતી અને તેના મામાના ઘરથી થોડે દૂર પહોંચી હતી ત્યારે ચુનારાવાડનો રાહુલ રાજેશ પરમાર અને કુબલિયાપરાનો વિકી રાજુ સોલંકી બાઇકમાં તેની પાસે ધસી ગયા હતા. સગીરા કંઇ સમજે તે પહેલા જ બાઇકમાં પાછળ બેઠેલા શખ્સે સગીરાને મોઢે ડૂમો દઇ તેને બાઇકમાં બેસાડી દીધી હતી અને બાઇક હંકારી મુક્યું હતું. સેટેલાઇટ ચોક નજીક જ આવેલા એક મકાનમાં બંને શખ્સ સગીરાને લઇ ગયા હતા.

બંને નરાધમોએ સગીરા પર શારીરિક અત્યાચાર ગુજારવાનું શરૂ કરતા સગીરાએ પ્રતિકારનો પ્રયાસ કરતાં જ રાહુલ અને વિકી ઉશ્કેરાયા હતા અને સગીરાને ઢીકાપાટુનો માર મારી તેના પર બંનેઅે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને શિકાર બનાવી બંને નાસી ગયા હતા. નરાધમો જતાં રહેતા સગીરા મકાનમાંથી બહાર નીકળી હતી અને થોડે દૂર પહોંચતા જ ઢોરમારને કારણે તે પડી ગઇ હતી. સગીરા રસ્તા પર પડી જતાં લોકો એકઠા થઇ જતાં સગીરાએ આપવીતી વર્ણવી હતી. બે યુવક સગીરાને તેના મામાના ઘરે પહોંચાડી ગયા હતા. સમગ્ર હકીકત સગીરાએ વર્ણવતા સગીરા, તેની માતા અને મામા સહિતના પરિવારજનો મહિલા પોલીસ સ્ટેશને દોડી ગયા હતા. પોલીસે ગુનો નોંધી બંનેની શોધખોળ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...