હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે. વિવિધ જણસી અને મસાલા પાકનું આગમન થઇ રહ્યું છે. ત્યારે અલગ- અલગ વ્યવસ્થા રાખવામાં આવી છે. શનિવારે જે જણસીની આવક ત્રણ કલાક સ્વીકારવામાં આવી હતી, તો ટોકન આપવાનો સમય બે કલાકનો રાખવો પડ્યો હતો. અત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની જણસી લઇને આવી રહ્યા છે. જેને કારણે આવક સ્વીકારવાના એક દિવસ પૂર્વે ખેડૂતો પોતાના વાહન લઈને યાર્ડે પહોંચી રહ્યા છે. શનિવારે સૂર્યમુખી, વરિયાળીની આવક થઇ હતી. જેની આજે હરાજી કરવામાં આવશે.
હાલમાં સૂરજમુખીની દૈનિક આવક અંદાજિત 50 થી 60 ક્વિન્ટલ થઈ રહી છે. જેનો ભાવ રૂ.1180ની સપાટીએ પહોંચ્યો છે. જ્યારે રવિવારે અન્ય જણસની આવક ચાલુ રાખવામાં આવી હતી. જૂના યાર્ડમાં શાકભાજીની હરાજીનો સમય બપોરનો રાખવામાં આવ્યો છે. જેને કારણે ખેડૂતો અને વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે. ભારે ગરમીને કારણે શાકભાજી બગડી જતા હોવાની કે સુકાઈ જવાની ફરિયાદ ઊઠી છે. હાલ ઉનાળાની સિઝનમાં આ સમય બદલવામાં આવે તેવી માગણી ઊઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.