તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:બે ગુજરાતી દેશને ગુલામ બનાવવાનું ષડ્યંત્ર કરે છે : પરેશ ધાનાણી

રાજકોટ11 દિવસ પહેલા
 • કૉપી લિંક

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે પ્રચારમાં આવેલા વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગાંધીજી અને સરદારે દેશને આઝાદી અપાવી હતી પણ અત્યારે બે ગુજરાતી દેશને ગુલામ બનાવવાનું ષડ્યંત્ર કરી રહ્યા છે. ભાજપના ઇશારે રાજકોટમાં પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવે છે જેના વિરોધમાં પોલીસ કમિશનરને રજૂઆત કરી આવા પોલીસ કર્મચારીઓની બદલી કરવા માંગ કરી છે.

રાજકોટમાં પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, દેશની જનતાએ ચાવાળાને સામાન્ય માણસ સમજી દેશનું સુકાન સોંપ્યું હતું તે હવે દેશની સંપત્તી લૂંટાવે છે. વાયદાનો વેપાર કરનાર વલણ પણ ચૂકવી શકતા નથી. વિકાસ વાંઢો રહી ગયો છે. કરવેરાનું ભારણ એટલું વધ્યું છે કે, વેપારીઓ અને સામાન્ય માણસની મુશ્કેલી અનેક ગણી વધી છે. લોકડાઉનમાં 1.75 લાખ કેસ થયા થયા છે. બીજી તરફ હાર ભાળી ગયેલી ભાજપે પોલીસનો ઉપયોગ શરૂ કર્યો છે. વોર્ડ નં.11 અને 12માં તાલુકા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના પીએસઆઇ ડામોર, પોલીસ કોન્સ્ટેબલ અશોક ડાંગર સહિતના અધિકારીઓ ભાજપના એજન્ટ તરીકે વર્તી રહ્યા છે. આવા તમામ અધિકારીઓની તાત્કાલિક બદલી કરી નાખવા પોલીસ કમિશનરને રજૂઆત કરી છે.

ચૂંટણીપંચે વૉર્ડ નં. 5માં ભાજપના 5 અને કોંગ્રેસના 3 ઉમેદવાર વેબસાઈટ પર દર્શાવી દીધા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે માત્ર ત્રણ દિવસ બાકી છે. ત્યારે રાજ્ય ચૂંટણી આયોગની બેદરકારી સામે આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના કોંગ્રેસના ઉમેદવારને ભાજપના ઉમેદવાર દર્શાવવામાં આવ્યા છે. રાજ્ય ચૂંટણી આયોગની વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલી ઉમેદવારોની યાદીમાં ભાંગરો વાટ્યો છે. વોર્ડ નં.5ના કોંગ્રેસના ઉમેદવાર જિતેન્દ્ર રૈયાણીને ભાજપના ઉમેદવાર તરીકે દર્શાવવામાં આવ્યા છે. આયોગે વોર્ડ નં.5માં ભાજપના ચારના બદલે 5 ઉમેદવાર અને કોંગ્રેસના 3 ઉમેદવાર હોવાનું વેબસાઇટ પર દર્શાવવામાં આવ્યું છે. આ અંગે કોંગ્રેસે રાજ્ય ચૂંટણીપંચને રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો