ડિમોલિશન:રાજકોટના ટ્રાન્સપોર્ટનગરમાં બે ગોડાઉન તોડી પાડી 4 કરોડની જમીન ખુલ્લી કરાઇ, કલેક્ટરનો 3 શખસ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા આદેશ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સવારે 9 વાગ્યે બે ગોડાઉન પર જેસીબી ફરી વળ્યું. - Divya Bhaskar
સવારે 9 વાગ્યે બે ગોડાઉન પર જેસીબી ફરી વળ્યું.
  • આ દબાણમાં જમીન, ગોડાઉન, પ્લોટનું ઉતરોત્તર વેચાણ થયાનું ખુલતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા

રૂડાએ આજે સવારે ટ્રાન્સપોર્ટનગરમાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરેલા બે ગોડાઉન પર ડિમોલિશન કરી દબાણ દૂર કર્યું છે. રાજકોટ શહેર વિકાસ સત્તા મંડળ (રૂડા)એ આજે સવારે 9 વાગ્યાથી ઓપરેશન હાથ ધરી રૂડા ટ્રાન્સપોર્ટનગરમાં રૂડાની બે માલિકીના પ્લોટ ઉપર થઈ ગયેલા દબાણ દૂર કરી 4 કરોડની જમીન ખૂલ્લી કરાવી હતી અને આ દબાણ કૌભાંડમાં સંડોવાયેલા ત્રણ વ્યક્તિ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા રૂડાએ કલેક્ટરમાં દરખાસ્ત કરતા સન્નાટો મચી ગયો છે.

805 ચો.મી. અને 321 ચો.મી.ની જગ્યાના પ્લોટ પરથી દબાણ દૂર કરાયું
અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, સાત હનુમાન અમદાવાદ હાઈવે ઉપર આવેલા રૂડા ટ્રાન્સપોર્ટનગરમાં ઓફિસો-ગોડાઉનો 1992 પછી અપાયા નથી, છેલ્લે 25 પ્લોટની હરાજી
કરાઈ હતી. તાજેતરમાં તપાસ દરમિયાન રૂડાના બે ખાલી પ્લોટ નં. 25-805 ચો.મી. તથા પ્લોટ નં. 124-312 ચો.મી. ઉપર દબાણ કરી સૂચિતમાં ગણાવી પ્લોટ પાડી વેચી
નખાયાનું અને ત્યાં ગોડાઉન કરી નખાયાનું ખૂલ્યુ હતું.

એક પ્લોટની કિંમત સવા ત્રણ કરોડ અને બીજાની 65 લાખ
આ પછી બન્ને ગોડાઉન-પ્લોટના દબાણ અંગે નોટિસો ફટકારાઈ હતી અને આજે સવારે રૂડાનો એડમીન સ્ટાફ, ટીપીઓ, પોલીસ, જેસીબી તથા પીજીવીસીએલની ટીમોને સાથે રાખી બન્ને પ્લોટ ઉપરનું ગોડાઉન સહિતનું બાંધકામ તોડી પડાયું છે. બન્ને ગોડાઉન રૂડાના માલિકીના ખૂલ્લા પ્લોટ ઉપર ઉભા કરી લેવાયા હતા. પ્લોટ નં.25ની કિંમત સવા ત્રણ કરોડ અને પ્લોટ નં.124ની કિંમત 65 લાખ થવા જાય છે. કુલ 4 કરોડની જમીન ખૂલ્લી કરાવાઈ છે.