કોરોના રાજકોટ LIVE:શહેરમાં નવા 244 કેસ નોંધાયા, ગોંડલમાં 17 દર્દીઓ પોઝિટિવ, કેસ વધતા એર ઈન્ડિયાની સવારની ફ્લાઈટ રદ, કોસ્મોપ્લેકસ થિયેટર બંધ

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • મુસાફરો ઘટતા રાજકોટ-મુંબઈની એર ઇન્ડિયાની સવારની ફ્લાઇટ 28 ફેબ્રુઆરી સુધી રદ
  • 10 દિવસ પહેલા યોજાયેલા CMના રોડ શો અને સભામાં હાજરી આપનાર ભાજપના 5 નેતા સંક્રમિત

શહેરમાં આજે બપોર સુધીમાં 48 કેસ નોંધાયા છે. આથી કુલ કેસની સંખ્યા 44592 પર પહોંચી છે. હાલ કોરોનાનાગોંડલમાં હાલ 17 દર્દીઓ પોઝિટિવ નોંધાયા છે. જેમાં સ્ટેશન પ્લોટ, મોટીબજાર, ભોજરાજપરા, મહાદેવ વાડી, વોરા કોટડા રોડ, ઘોઘાવદ રોડ કેસ-૧, કૈલાસબાગ, શેમળા, ગુંદાળા શેરી, સીટી પોલીસ ગોંડલ, વેકરી, રાધાકૃષ્ણનગર વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ ફેલાયુ છે. કેસ વધતા કોસ્મોપ્લેકસ થિયેટર બંધ કરવામાં આવ્યું છે. કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે રાજકોટ-મુંબઈ વચ્ચેની એર ઈન્ડિયાની સવારની ફ્લાઈટ 28 ફેબ્રુઆરી સુધી રદ કરવામાં આવી છે. મુસાફરો ઘટ્યા હોવાથી એર ઇન્ડિયા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ફક્ત એર ઈન્ડિયાની રાજકોટ-મુંબઈ વચ્ચે ફ્લાઈટ ઓપરેટ થશે.

ગઈકાલે ઓમિક્રોનના બે કેસ નોંધાયા
ગઇકાલે રાજકોટ શહેરમાં બે કોરોના પોઝિટિવ દર્દીનો ઓમિક્રોન રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. સાધુવાસવાણી રોડ પર રહેતા 79 વર્ષ અને 81 વર્ષના બે વૃદ્ધ યુ.એ.ઈ.માંથી આવ્યા હતા અને કોરોના પોઝિટિવ આવતા જીનોમ સિક્વન્સિંગ માટે સેમ્પલ લેવાયા હતા. જેમાં ઓમિક્રોન હોવાનું ખુલ્યું હતું. બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવા આવ્યા હતા. ગ્રામ્યમાં ફરી કેસ જાહેર કરવામાં રમત, ગઇકાલે 11માંથી 7 તાલુકામાં શૂન્ય કેસ નોંધાયા હતા.

ગ્રામ્યમાં ફરી કેસ જાહેર કરવામાં આરોગ્ય વિભાગની રમત
રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગ પોતાની નબળી કામગીરી માટે જાણીતું છે. કેસ વધે ત્યારે સૌથી પહેલા આંકડાની રમત ત્યાં જ શરૂ કરી દેવાય છે. તેવી રમત ફરી શરૂ કરી દેવાઈ છે તેવી શક્યતા છે. કારણ કે, રવિવારે જે કેસ જાહેર થયા છે તેમાં ધોરાજીમાં 30 જ્યારે રાજકોટ તાલુકામાં 3, ઉપલેટામાં 6, જેતપુરમાં 19 કેસ જાહેર થયા છે આ સિવાયના તમામ તાલુકાઓ શૂન્ય કેસ જાહેર કરવામાં આવ્યા છે.

CMના રોડ શોમાં સામેલ ભાજપના 5 નેતા સંક્રમિત
રાજકોટમાં 10 દિવસ પહેલા યોજાયેલા CMના રોડ શોમાં તેમજ સભામાં હાજરી આપનાર મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી,પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા, જિલ્લા ભાજપના મહામંત્રી મનીષ ચાંગેલા કોરોનાગ્રસ્ત થયા છે. જ્યારે પ્રશિક્ષણ શિબિરો અને કાર્યક્રમો કરતા ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા અને હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ તમામ હાલ હોમ આઈસોલેટ થયા છે. તેઓના સંપર્કમાં અનેક કાર્યકરો આવ્યા હતા તેથી સંક્રમણ વધુ ફેલાય તેવી શક્યતા છે.

રાજકોટ જિલ્લામાં પ્રથમ દિવસે 60 પ્લસ 6177 લોકોએ પ્રિકોશન ડોઝ લીધો
રાજકોટ જિલ્લામાં પણ પ્રિકોશન ડોઝ શહેરમાં 21 આરોગ્ય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ સહિત ત્રણેય ઝોનમાં તથા ગ્રામ્ય વિસ્તારમાં ત્રીજો ડોઝ આપવામાં આવ્યો હતો. રસી લેવા આવેલા 60 વર્ષથી ઉપરના લોકો સાથે વાત કરતા તેઓએ રસી મુકાવ્યાની ખુશીની લાગણી દર્શાવી હતી. રાજકોટ શહેરમાં ગઇકાલે સાંજે 6 વાગ્યા સુધીમાં તમામ વયજૂથના સહિત 4799 લોકોએ અને ગ્રામ્યમાં 4000 જેટલા લોકોએ રસીનો ત્રીજો ડોઝ લીધો હતો.