મુશ્કેલી:બે દી’ની હડતાળથી રૂ.500 કરોડના વ્યવહારો ખોરવાશે, ATMનો વપરાશ ત્રણ ગણો વધ્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બેંક કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કર્યા - Divya Bhaskar
બેંક કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કર્યા
  • શનિવારે બેન્કમાં ધસારો વધશે, એટીએમ ખાલી થઇ જતા લોકોને રોકડ મેળવવા મુશ્કેલી

બેન્કના ખાનગીકરણનો વિરોધમાં રાજકોટમાં ગુરુ અને શુક્રવારે એમ બે દિવસ બેન્ક કર્મચારીઓએ હડતાળનું એલાન કર્યું છે. બે દિવસ બેન્ક બંધ રહેવાને કારણે રૂ. 500 કરોડના બેન્કિંગ વ્યવહારો પ્રભાવિત થશે. ગુરુવારે બેન્ક બંધ હોવાને કારણે એટીએમનો વપરાશ સામાન્ય દિવસ કરતા ત્રણ ગણો વધ્યો હતો. કેટલીક જગ્યાએ તો એટીએમ ખાલી થઈ ગયા હતા. બે દિવસની હડતાળ બાદ કાલે શનિવારે બેન્ક ખૂલશે ત્યારે રોજ કરતા ધસારો વધુ રહેશે.

બેન્કના ખાનગીકરણના વિરોધમાં હડતાળની સાથે- સાથે બેન્ક કર્મચારીઓએ પરાબજાર ખાતે પ્રતીક ધરણાં કર્યા હતા.ગુરુવારે મંજૂરી નહિ મળવાને કારણે પ્લે કાર્ડ સાથે લઈને તેઓએ વિરોધ કર્યો હતો. એટીએમમાંથી કેશ વિડ્રોલનું પ્રમાણ સામાન્ય દિવસો કરતા ત્રણ ગણું રહેતા શહેરના અલગ- અલગ વિસ્તારોના એટીએમ ખાલી થઈ ગયા હતા.જોકે બેન્ક કર્મચારીઓએ એવો દાવો કર્યો હતો કે, તેની બેન્કના એટીએમ થોડા- થોડા સમયના અંતરે રોકડથી ભરવામાં આવ્યા હતા.

એટીએમમાંથી નાણાં નહિ મળવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બેન્ક કર્મચારીઓના જણાવ્યાનુસાર બેન્કના ખાનગીકરણનો નિર્ણય લેવામાં આવ્યો છે તેના વિરોધમાં આ દેખાવો કરવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના બેન્ક કર્મચારીઓ પણ જોડાયા હતા.

ખાનગીકરણના વિરોધમાં બેન્ક કર્મચારીઓ જ્યુબિલી પાસે એકઠા થયા હતા અને સરકારની નીતિ સામે બેનર દેખાડી રોષ વ્યક્ત કર્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...