કમળો ભરખી ગયો:ગોંડલમાં યુવાનના મોતથી 7 અને 8 વર્ષની બે દીકરીએ પિતાને મુખાગ્નિ આપી, પરિવારનો આધારસ્તંભ છિનવાયો

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્મશાનમાં બંને દીકરીએ પિતાને મુખાગ્નિ આપતા સૌ કોઈ રડી પડ્યા હતા. - Divya Bhaskar
સ્મશાનમાં બંને દીકરીએ પિતાને મુખાગ્નિ આપતા સૌ કોઈ રડી પડ્યા હતા.
  • 15 દિવસ પહેલા કમળાનો રિપોર્ટ આવતા હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી, આજે અંતિમ શ્વાસ લીધો

ગોંડલના રોયલ પાર્કમાં 39 વર્ષીય યુવાન હિરેન પુરોહિતને કમળો ભરખી જતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. હિરેન પરિવારનો એકમાત્ર આધારસ્તંભ હતો. હિરેનને સંતાનમાં એક 7 વર્ષની અને એક 8 વર્ષની પુત્રી છે. બંને દીકરીએ પિતાને મુખાગ્નિ આપતા સ્મશાનમાં ગમગીન દૃશ્યો જોવા મળ્યા હતા. હિરેનના પિતા પણ હયાત નથી. બે દીકરીનું પાલન પોષણ હવે હિરેનની પત્ની પર આવી પડતા પરિવાર નોંધારો બન્યો છે.

હિરેનને રાજકોટ બાદ અમદાવાદ ખસેડાયો હતો
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના કોટડાસાંગાણી રોડ પર આવેલા SRP ગેટની સામેના રોયલ પાર્ક 1માં રહેતા અને પ્રાઈવેટ ઓફિસમાં કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા હિરેન દિનેશભાઈ પુરોહિતને 15 દિવસ પહેલા કમળાની તકલીફ થતાં ગોંડલ બાદ રાજકોટ અને અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તેમની સારવાર કારગત ન નીવડતા તેમણે આજે અંતિમ શ્વાસ લેતા બે ફૂલ જેવી માસૂમ દીકરીઓ હિતાર્થી અને ઈશાએ પિતાની છત્રછાંયા ગુમાવી હતી.

અંતિમયાત્રામાં બંને દીકરીઓએ માટલી ઉપાડતા સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી.
અંતિમયાત્રામાં બંને દીકરીઓએ માટલી ઉપાડતા સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી.

હિરેનના આકસ્મિક નિધનથી પરિવારમાં સન્નાટો
હિરેનના આકસ્મિક નિધનથી રોયલ પાર્ક 1માં પણ સન્નાટો વ્યાપી ગયો હતો, યુવાનની અંતિમયાત્રામાં માસુમ નાની-નાની બાળકીઓએ પિતાની અર્થીને કાંધ આપી માટલી ઉપાડતા કઠણ કાળજાનો માનવી પણ રડી પડ્યો હતો. એકઠા થયેલા લોકો કહેવા લાગ્યા હતા કે, પંદર દિવસ પહેલા જ હસતા ખેલતા પરિવારનો માળો આજે અચાનક જ વિખેરાઇ જવા પામ્યો છે. કુદરત ક્યારે કઠોર બને છે તે કાળા માથાનો માનવી જાણી શકતો નથી.

(હિમાંશુ પુરોહિત, ગોંડલ)

અન્ય સમાચારો પણ છે...