કોરોના અપડેટ:સાસણગીરથી પરત આવેલા મહિલા સહિત બેને કોરોના

રાજકોટ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાગ્રસ્ત થયેલા વોર્ડ નં.1ના મહિલા અને વોર્ડ નં. 4ના વૃદ્ધ ખાનગી હોસ્પિટલમાં દાખલ

રાજકોટ શહેરમાં વધુ બે કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાંથી એક મહિલા ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવે છે. જ્યારે અન્ય એકની ટ્રાવેલિંગ હિસ્ટ્રી નથી. મહત્ત્વનું છે કે બંને લોકોએ કોરોના વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે.

વોર્ડ નં.1 માં આવેલી શાંતિનિકેતન એવન્યૂમાં રહેતા 44 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમની સાસણગીરની ટ્રાવેલ હિસ્ટ્રી છે અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. તેમના સીધા સંપર્કમાં આવેલા બે લોકોના ટેસ્ટ કરાયા જ્યારે સંપર્કમાં આવેલા લો રિસ્કવાળા 14 લોકોનું સ્ક્રીનિંગ કરાયું. જ્યારે બીજા કેસમાં વોર્ડ નં.4માં મોરબી રોડ પર રહેતા 75 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. તેમના સીધા સંપર્કમાં આવેલા પરિવારના ચાર લોકોમાંથી 18 વર્ષથી ઉપરના ત્રણ લોકોના ટેસ્ટ કરાયા જ્યારે લો રિસ્કવાળા છ લોકોના સ્ક્રીનિંગ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે.

બીજી તરફ રાજકોટ શહેરમાં અગાઉ પોઝિટિવ આવેલા એક પણ લોકોને આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા નથી. શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 14 પર પહોંચી છે. જ્યારે કુલ કેસની સંખ્યા 42873 થઈ છે. રાજકોટથી ફરવા ગયેલા અને પરત આવેલા લોકોમાં હાલ કોરોના પોઝિટીવ આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...