મેઘતાંડવે ભોગ લીધો:જસદણનાં નવાગામમાં એક વાડીએથી બીજી વાડીએ જતા બે બાળકો પર વીજળી પડી, બંનેના મોત

જસદણ3 મહિનો પહેલા
મૃતકોની ફાઈલ તસ્વીર
  • બંને મૃતદેહોને જસદણ સિવિલમાં પીએમ અર્થે ખસેડાયા

જસદણ તાલુકાના નવાગામ વાડી વિસ્તારમાં વીજળી પડતા બે બાળકોના મોત થયા છે. આજે બપોરે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે નવાગામ વાડી વિસ્તારમાં સુનિલ દાવરા(ઉ.વ.15) અને તેની સાથે અરૂણ થાઈરીયા (ઉ.વ.12)ની પર વિજળી પડતાં તેમનું મોત થયું હતું.

જસદણમાં બપોરે વરસાદ ચાલુ હતો - ફાઈલ તસ્વીર
જસદણમાં બપોરે વરસાદ ચાલુ હતો - ફાઈલ તસ્વીર

બંને મૃતદેહોને જસદણ સિવિલમાં પીએમ અર્થે ખસેડાયા
પ્રાપ્ત વિગતો અનુસાર નવાગામમાં વાડી વિસ્તારમાં રહેતા મૃતક સુનિલ દાવરા અને અરૂણ થાઈરીયા આજે બપોરે વરસાદ ચાલુ હતો. એ સમયે એક વાડીએથી બીજી વાડીએ જતા હતા. એ સમયે અચાનક તેમના પર વિજળી પડતા ઘટના સ્થળે બન્નેનું મોત થયું હતું. આ બનાવની જાણ 108ને થતા. 108ના પાયલોટ બીપીન ભટ્ટ અને EMT સુધીર પરવાડીયા ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને બંને મૃતદેહોને જસદણની સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ગોંડલમાં અનરાધાર વરસાદ - ફાઈલ તસ્વીર
ગોંડલમાં અનરાધાર વરસાદ - ફાઈલ તસ્વીર

ગોંડલમાં પણ વીજળી પડી હતી
ઉલ્લેખનીય છે કે આજથી બે દિવસ પહેલા વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા ગોંડલ તાલુકાના મોવિયા ગામે વીજળી પડી હતી. જેમાં મોવિયાના ગોવિંદનગરમાં મકાન પર પાણીની સોલાર પર વીજળી પડી હતી. પરંતુ તેમાં કોઈ જાનહાની થઈ નથી.

વીજળીએ પોતાનું રોદ્ર સ્વરૂપ દેખાડ્યું હતું
આજથી એક વર્ષ પહેલા આ જ રીતે ઉના પંથકમાં આજે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. પરંતુ વીજળી પણ ઘાતક બની હોય તેમ પોતાનું રોદ્ર સ્વરૂપ દેખાડ્યું હતું. ઉનાના સેંજલીયા ગામે વીજળી પડતાં 2 માછીમારોનાં મોત થયા હતા. જ્યારે 1 માછીમાર લાપત્તા છે. સેંજલીયા ગામના દરિયાકાંઠે માછીમારી કરતા હતા. ત્યારે વીજળી પડતાં 45 વર્ષીય જાદવભાઈ ચનાભાઈ રાઠોડ અને 30 વર્ષીય જીણાભાઈ વાઘાભાઈ પરમારનું મોત નિપજ્યું હતું.

પાંચ પશુઓના મોત નીપજ્યા
એક વર્ષ પહેલા આ જ પ્રકારે ઉનાના પડાપાદર ગામની સીમમાં વીજળી પડતા રતીભાઇ દેવાતભાઇની વાડીમાં બાંધેલા પાંચ વર્ષના પાડાનું મોત થયું છે. તેમજ વ્યાજપુર ગામે વીજળી પડતા ગાય-ભેંસ થઇ પાંચ પશુઓના મોત નીપજ્યા છે. ઉના અને ગીરગઢડામાં વીજળીએ કહેર મચાવ્યો હતો. ઇટવાયા ગામે વીજળી પડતા બે મહિલાને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતા.

(કરસન બામટા, આટકોટ/દિપક રવિયા, જસદણ)

અન્ય સમાચારો પણ છે...