મેઘકહેર:રાજકોટમાં પેલિકન ફેક્ટરીના માલિકની કાર અંગે કલેક્ટરે કહ્યું- લાપત્તા બે વ્યક્તિને શોધવા પોરબંદર નેવીની ટીમ રાજકોટ આવવા રવાના

રાજકોટ3 મહિનો પહેલા
i 20 કારમાં સવાર બે લોકો પૈકી પેલિકન ફેકટરીના માલિક અને તેમના પુત્ર હોવાના સમાચાર મળ્યા છે.
  • જિલ્લામાં નદીઓ ગાંડીતૂર બનતા પ્રચંડ પૂરમાં કાગળના પત્તાની જેમ પેલિકન ફેક્ટરીના માલિકની કાર તણાઇ હતી, પરિવારના બે વ્યક્તિ લાપત્તા

રાજકોટ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેમાં ખીરસરા ગામ પાસે આવેલા છાપરા ગામ નજીક પેલિકન ફેક્ટરીના માલિકની i 20 કાર પાણીના વહેણમાં તણાઈ હોવાનાં ​​દૃશ્યો સામે આવ્યાં છે.આ અંગે દિવ્યભાસ્કર સાથે વાતચીત કરતા જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, પોરબંદરથી નેવીની ટીમની મદદ માંગવામાં આવી છે. અને આ માટે નેવીની ટીમ રાજકોટ આવવા રવાના થયેલ છે. ઉલ્લેખનીય છે કે કારમાં કુલ 3 લોકો સવાર હતા જેમાંથી 2 લોકોની હજુ સુધી શોધખોળ ચાલુ છે. હાલ પ્રાંત અધિકારી, SDRF અને NDRFની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ડ્રોનની મદદથી પણ સર્ચ કરવામાં આવ્યું હતું છતાં કાર અંગેની વિગત મળી નથી. ઉલ્લેખનીય છે કે કારમાં કુલ ત્રણ લોકો સવાર હતા, જે પૈકી એક વ્યક્તિને કારમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવી છે, જ્યારે કારની અંદર રહેલી અન્ય બે વ્યક્તિની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ શહેરના હાર્દ સમા રૈયા રોડ પર કાર ફસાઈ છે. તો મોરબી હાઇવે પર આવેલા કાગદળી ગામે સેન્ટ્રો કાર પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ છે.

કાર તણાઈ રહી હોઈ, એ પ્રકારનો લાઇવ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.
કાર તણાઈ રહી હોઈ, એ પ્રકારનો લાઇવ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.

કારના કાચ ખોલીને એક વ્યક્તિને બચાવી લેવાઈ
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, પેલિકન ગ્રુપના માલિક કિશનભાઈ શાહ (ઉં.વ.50), તેમના ડ્રાઈવર અને અન્ય ત્રણ વ્યક્તિ સવારે i-20 કારમાં છાપરા ગામે આવેલી પોતાની ફેક્ટરીએ જવા નીકળ્યા હતા. આ પાંચેય લોકો જ્યારે આણંદપર-છાપરા ગામે આવેલા બેઠા પુલ પર પહોંચ્યા ત્યારે પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો હતો. આ વેળાએ ડ્રાઈવરે આગળ જવાની ના પાડવા છતાં કિશનભાઈ શાહે કાર હંકારવા કહ્યું હતું, જેને કારણે કારમાં બેઠેલી બે વ્યક્તિ ત્યાં જ ઊતરી ગઈ હતી. ત્યાર બાદ ડ્રાઈવરે કાર હંકારી મૂકી હતી. આ વેળાએ ધસમસતા પ્રવાહમાં કાર તણાવા લાગી હતી, જેથી ત્યાં ઉપસ્થિત લોકોએ કારના કાચ ખોલીને એક વ્યક્તિને બચાવી લીધી હતી, પરંતુ કિશનભાઈ શાહ અને તેમના ડ્રાઈવર કાર સાથે પાણીના પ્રવાહમાં તણાઈ જતાં બન્ને લાપતા બની ગયા હતા. આ ઘટનાની જાણ એનડીઆરએફ અને ફાયરબ્રિગેડને કરવામાં આવતાં કાફલો તરત દોડી ગયો હતો અને પાણી ખૂંદવાનું શરૂ કરી દેવાયું હતું, પરંતુ કોઈ મળ્યું નહિ. દિવ્યભાસ્કર દ્વારા તેમના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો પરંતુ પરિવાર વાત કરી શકે તેવી પરિસ્થિતિમાં ન હોવાનું જણાવ્યું હતું.

નગર પિપળિયા ગામે વીજુડી ડેમના ચેકડેમના પુલ ઉપર ખેડૂતોની ઇકો કાર ફસાઈ.
નગર પિપળિયા ગામે વીજુડી ડેમના ચેકડેમના પુલ ઉપર ખેડૂતોની ઇકો કાર ફસાઈ.

નગર પીપળિયા ગામે પણ ઇકો કાર ફસાઈ
શહેરમાં રવિવારે સાંજથી કડાકાભડાકા સાથે વરસી પડેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વાહનો ડૂબી જાય એટલા પાણી ભરાઇ ગયા હતા અને વરસાદનો અવિરત પ્રવાહ હજુ પણ વરસી રહ્યો છે, ત્યારે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના નગર પીપળિયા ગામે વીજુડી ડેમના ચેકડેમના પુલ ઉપરથી નગર પીપળિયા ગામના ખેડૂતોની ઇકો કાર ફસાઈ હતી. વાડીમાં ઢોર-ઢાંખરાના કામ માટે ગયેલી ઇકો કાર ચેકડેમના પુલ ઉપરથી પાણીમાં ફસાઈ હતી. કાર પાણીના વહેણમાંથી પસાર થતી હતી, પરંતુ પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે ચાલક કારના સ્ટીયરિંગ પર કાબૂ રાખી શક્યા ન હતા, જેને કારણે કાર પાણીના પ્રવાહમાં ફસાઈ હતી. આ હાલ જાનહાનિ અંગે કોઈ અહેવાલ મળ્યા નથી

શહેરના હાર્દ સમા રૈયા રોડ પર કાર ફસાઈ.
શહેરના હાર્દ સમા રૈયા રોડ પર કાર ફસાઈ.

ખોડાપીપર ડેમનો એક દરવાજો 2 ફૂટ ખોલાયો
હાલ અવિરત વરસાદને પગલે પડધરી તાલુકાના ખોડાપીપર ગામ પાસેનો ખોડાપીપર ડેમનો એક દરવાજો 2 ફૂટ ખોલવામાં આવ્યો છે. ડેમના નીચાણના વિસ્તારમાં આવેલા પડધરી તાલુકાના ખોડાપીપર અને થોરિયાળી તથા મોરબી જિલ્લાના ટૈકારા તાલુકાનાં ખાખરા ગામોના નાગરિકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે. હાલમાં જળાશયની ભરપૂર સપાટી 55.27 મીટર છે અને ડેમમાં 1023 ક્યૂસેક પાણીની આવક છે.

મોરબી હાઇવે પર આવેલા કાગદળી ગામે સેન્ટ્રો કાર પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ.
મોરબી હાઇવે પર આવેલા કાગદળી ગામે સેન્ટ્રો કાર પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ.
અન્ય સમાચારો પણ છે...