તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:કરિયાણાની દુકાનમાંથી રોકડ ચોરનાર બે ઝબ્બે

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજકોટ તાલુકાના કાગદડી ગામે દસ દિવસ પહેલા કરિયાણાની દુકાનમાંથી વેપારીની નજર ચૂકવી ગલ્લામાંથી રોકડની ચોરીનો ભેદ ઉકેલાયો છે. બનાવ અંગે કરિયાણાની દુકાનના માલિક ઠાકરશીભાઇ ગોકળભાઇ શંખાવરાએ કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યારે કાગદડીમાં ચોરી કરનાર બે આરોપી મોરબી હાઇવે પરથી નીકળવાના હોવાની માહિતી મળતા વોચ ગોઠવી રાજકોટ ગાંધીગ્રામ ગાંધીનગર સોસાયટી-4ના યુનુસ ઇલ્યાસ અંસારી અને નાગલપરના સૈયદ સલીમ ગજુમૈયાને પકડી પાડ્યા હતા. તલાશી દરમિયાન બંનેના ખિસ્સામાંથી રૂ.5-5 હજાર મળી કુલ 10 હજાર મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો