રાજકોટના ક્રાઇમ ન્યૂઝ:જંગલેશ્વરમાં જુગાર ક્લબ પર દરોડો, 40 જુગારીની ધરપકડ, ધોરાજી સરકારી હોસ્પિટલે 14 વર્ષની તરૂણીનો મૃતેદહ ઇજાગ્રસ્ત હાલતમાં આવ્યો

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસે 41 જુગારીઓની ધરપકડ કરી. - Divya Bhaskar
પોલીસે 41 જુગારીઓની ધરપકડ કરી.

રાજકોટ રૂરલ LCB બાદ આજે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે જુગાર ક્લબ પર મોટી કાર્યવાહી કરી છે. શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમીના આધારે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. નામચીન મહિલાના વરલી જુગાર ક્લબ પર ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડ્યો છે. કુલ 40 જુગારીઓની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બે ફરાર છે. આરોપીઓ પાસેથી 3,44,100 સાથે કુલ 5,30,600 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ધોરાજીમાં જૂનાગઢ રોડ પર રહેતી 14 વર્ષની યાસ્મીન નામની તરૂણીનો ઈજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. આથી ફરજ પરના તબીબે પોલીસને જાણ કરતા ધોરાજી પોલીસ દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ધોરાજી હોસ્પિટલે તરૂણીનો મૃતદેહ ઈજાગ્રસ્ત હાલતમાં આવ્યો.
ધોરાજી હોસ્પિટલે તરૂણીનો મૃતદેહ ઈજાગ્રસ્ત હાલતમાં આવ્યો.

બે ભાઈ સૂતા હતા અને તસ્કરે બન્નેના મોબાઈલ ચોર્યા
રાજકોટના જંગલેશ્વરમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતાં ઇમિટેશનના ધંધાર્થી વલીમુલ્લાહ ઉર્ફે આમીર ખલીલુલ્લાહ શેખે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત 21 નવેમ્બરની રાત્રિના તે તથા તેનો ભાઈ મોબાઈલ બાજુમાં રાખી સૂઈ ગયા હતા. બાદમાં સવારે ઉઠીને જોતાં બે મોબાઈલ ગુમ થયા હતા. જે અંગે આસપાસના સીસીટીવી ચેક કરતાં કોઈ અજાણ્યો શખ્સ રાત્રિના રૂમમાં પ્રવેશી બે મોબાઈલ ફોનની ઉઠાંતરી કરી નાસી છૂટ્યો હતો.

મોબાઈલ ચોરતો તસ્કર સીસીટીવીમાં કેદ.
મોબાઈલ ચોરતો તસ્કર સીસીટીવીમાં કેદ.

પોલીસે મોબાઈલ ચોર સહિત બેની ધરપકડ કરી
આ અંગેની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસ ટીમે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી દેવપરા મેઈન રોડ પરના દેવપરામાંથી સલીમ ઉર્ફે કાલી યાશતઅલી આશિકઅલી ઇદરિશી (ઉ.વ.23)ને દબોચી તેની પાસેથી ચોરાઉ ત્રણ મોબાઈલ ફોન રૂ. 4 હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ ચોરીના ભેદ ઉકેલવા પૂછપરછ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, આરોપી વિરુદ્ધ ભક્તિનગર પોલીસ મથકમાં ચોરી અને જુગારના અનેક ગુના નોંધાયેલ છે.

કારના બોનેટમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી.
કારના બોનેટમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી.

ચાલુ કારમાં આગ લાગી, સદનસીબે ચાર લોકોના જીવ બચ્યાં
રાજકોટના આજીડેમ નજીક નેશનલ હાઈવે રોડ પ૨ સોમવારે સાંજે સાડા સાતેક વાગ્યા આસપાસ એક ચાલુ કા૨માં અચાનક બોનેટના ભાગમાં આગ લાગતા અને તેમાં પણ કા૨ના દરવાજા લોક થઈ જતા કારમાં સવાર ચાર લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા. તેઓ માંડ કરીને બહાર નીકળ્યા હતા અને પછી આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા કાર આગમાં ખાખ થઈ ગઈ હતી. ફાય૨ વિભાગને કોઈએ જાણ કરતા કોઠારિયા રોડ ફાય૨ સ્ટેશનથી ટીમ સ્થળ પ૨ પહોંચી પાણીનો મારો ચલાવી આગ બૂઝાવી હતી.

દારૂના ગુનામાં સંડોવાયેલા આરોપીને પાસા હેઠળ અમદાવાદ જેલમાં ધકેલાયો
રાજકોટ શહેર પોલીસ દ્વારા આજે વધુ બે આરોપીની પાસા તળે અટકાયત કરવામાં આવી છે. થોરાળા પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના વેચાણના ગુનામાં સંડોવાયેલા આરોપી ભાવેશ ઉર્ફે પિન્ટો કોટક (ઉં.વ.36)ની ધરપકડ કરી તેની સામે પાસા વોરન્ટ ઇસ્યૂ કરી તેને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 3 વખત વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલા આરોપી કાર્તિક રામાવતની પણ ધરપકડ કરી તેની સામે પાસા વોરન્ટ ઇસ્યૂ કરી તેને પણ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મોબાઈલ ચોર બે આરોપીની ધરપકડ.
મોબાઈલ ચોર બે આરોપીની ધરપકડ.

ટ્રેક્ટર હેઠળ ચગદાતા પ્રૌઢનું મોત
શાપરના પારડીમાં રહેતાં ગોવાભાઈ સોનાભાઈ પરમાર (ઉં.વ.50) આજે સવારના 10 વાગ્યાની આસપાસ શાંતિધામ મચ્છી માર્કેટની સામે ચાની હોટલ પાસે ચા પીવા ઉભા હતા. ત્યારે ત્યાં ઉભેલા ટ્રેક્ટર ચાલકે ટ્રેક્ટર રિવર્સમાં ચલાવતા પાછળ ઉભેલા ગોવાભાઈ ટ્રેક્ટરના તોતિંગ ટાયર નીચે ચકદાઈ ગયા હતા. જેમાં તેને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજા પહોંચતા તાત્કાલીક 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી
પરંતુ ફરજ પરના તબીબે તપાસી તેને મૃત જાહેર ર્ક્યા હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતાં સ્ટાફ સિવિલે દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમમાં ખસેડી ટ્રેક્ટરચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. વધુમાં મૃતકના સબંધીઓએ જણાવ્યું હતું કે, ગોવાભાઈ ટ્રેક્ટર ભરવાની મજૂરી કામ કરે છે અને આજે જે ટ્રેક્ટરમાં મજૂરી કામ માટે જાય છે તે ટ્રેક્ટર જ તેમના પર ફરી વળ્યું હતું. મૃતક ત્રણ ભાઈમાં નાના અને સંતાનમાં એક પુત્ર એક પુત્રી છે, જેમના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...