રાજકોટ નજીક સરધાર પાસે બે દિવસ પહેલા સાયકલ પર વાડીએ જતા આદિવાસી પિતા પુત્ર પર જમીનના ભાગ બટાઇની અદાવતમાં પથ્થરના ઘા ઝીંકી યુવાન અને પુત્ર પર હુમલો કર્યો હતો જેમાં આદિવાસી યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયા બાદ ગંભીર રીતે ઘવાયેલા 2 વર્ષના માસુમ બાઇકે અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ બેવડી હત્યાના ગુનામાં પલ્ટાયો છે.
વીરસીંગનું ઘટના સ્થળે જ મોત થયું હતું
પ્રાપ્ત વિગત મુજબ વિગત મુજબ સરધાર વાડીમાં રહી મજૂરી કામ કરતા વિરસીંગ મહોબતસીંગ શીંગાળ (ઉ.વ.27) અને તેનો પુત્ર સચીન (ઉ.વ.2) તા.10 જાન્યુઆરી ના રોજ સાંજે સરધારથી સાયકલ પર વાડીએ જતા હતા ત્યારે રસ્તા વચ્ચે પિતા-પુત્રને રોકી માથામાં પથ્થરના ઘા ઝીંકી દેતા વીરસીંગનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયુ હતું. આજીડેમ પોલીસે મૃતકની પત્ની જાનુબેન વિરસીંગ શીંગાળ (ઉ.વ.25)ની ફરિયાદ પરથી હત્યા અને હત્યાની કોશીશનો ગુનો નોંધી ગુનામાં સંડોવાએલા મૃતકના પિતરાઇ ભાઇ કલમસીંગ ઉર્ફે કમલેશ ગુલામસિંહ શીંગાળ (ઉ.વ.30), રમલેશ ઉર્ફે રમેશ શંકરભાઇ શીંગાળ (ઉ.વ.26)ની ગણત્રીના કલાકોમાં ધરપકડ કરી હતી.
પિતા-પુત્રના માથામાં ઘા ઝીંકી નાસી ગયા હતા
પોલીસની પૂછપરછમાં મુળ મધ્યપ્રદેશના મરનાર વિરસીંગ અને આરોપીઓ વચ્ચે વડીલ પાર્જીત જમીનની ભાગ બરાઇ બાબતે અદાલત ચાલી આવતી હોય બે દિવસ પહેલા મરનારે બંન્ને પિતરાઇ ભાઇઓ સાથે ઝઘડો કરી ગાળો દીધી હતી. બાદમાં બનાવના દિવસે ફરી મરનાર અને આરોપીઓનો રસ્તામાં ભેટો થઇ જતા વીરસીંગે બંન્ને પિતરાઇને ગાળો દેતા ઉશ્કેરાયેલા આરોપીઓએ પથ્થર ઉપાડી પિતા-પુત્રના માથામાં ઘા ઝીંકી દઇ નાસી ગયા હતા. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા સચીન વીરસીંગ શીંગાળ (ઉ.વ.2)ને વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયો હતો જયાં તેનુ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા બનાવ બેવડી હત્યાના ગુનામાં પલ્ટાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.