ઘરના જ ઘાતકી નીકળ્યા:રાજકોટના હરીપર રોડ પર જમીનનાં ડખ્ખામાં બે ભાઈઓએ પથ્થરના ઘા ઝીંકી કૌટુંબિક ભાઈની હત્યા કરી, ભત્રીજાનો પણ જીવ લેવાનો પ્રયાસ

રાજકોટ4 મહિનો પહેલા
આરોપીઓની ફાઈલ તસવીર
  • પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી, આરોપીની ધરપકડ કરી
  • 2 વર્ષના ભત્રીજાને અજાણતા પથ્થર મારી દીધાનું આરોપીઓનું કથન
  • પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અને માસુમને સારવાર માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી

સરધારનાં હરીપર રોડ પર હત્યાની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મુળ મધ્યપ્રદેશનાં વતની અને છેલ્લા બે વર્ષથી સરધારમાં ખેતરમાં મજૂરી કરતા યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી છે. 23 વર્ષીય વિરસિગ મહોબતસિંગ સિંગાળ નામનો આ યુવક તેના માસુમ પુત્ર સાથે સાયકલમાં જઈ રહ્યો હતો. બરાબર આ સમયે કૌટુંબિક ભાઈઓએ તેની સાથે બોલાચાલી કર્યા બાદ વજનદાર પથ્થરનાં ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. એટલું જ નહીં સાથે રહેલા માત્ર 2 વર્ષનાં માસુમને પણ પથ્થર વડે મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના અંગેની જાણ થતાં પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અને માસુમને સારવાર માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક બપોરે વાડીએ જતો હતો
પોલીસે જણાવ્યું કે, હત્યાનો ભોગ બનનાર વિરસિંગને સંતાનમાં બે પુત્ર છે. સૌથી મોટો પુત્ર સચીન બે વર્ષનો છે. તેનાથી નાનો અશ્વિન બે માસનો છે. વિરસિંગ પુત્ર સચિનને સાઈકલ બેસાડી રાજકોટ રહેતા સાળાને મળવા આવ્યો હતો. જયાંથી બપોરે પરત વાડીએ જતો હતો. દરમિયાન સરધાર હરીપર રોડ પર રોડની સાઈડમાં કોઈ અજાણ્યા શખ્સોએ તેની વજનદાર પથ્થરનાં બે ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. વિરસિંગ અને તેના પુત્ર સચિનને રસ્તા પર ઈજાગ્રસ્ત હાલતમાં જોઈ કોઈ રાહદારીએ આજી ડેમ પોલીસને જાણ કરતા તેનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો.

વિરસિંગ અને તેના પુત્ર સચિનને ઈજાગ્રસ્ત હાલતમાં જોઈ કોઈ રાહદારીએ આજી ડેમ પોલીસને જાણ કરી
વિરસિંગ અને તેના પુત્ર સચિનને ઈજાગ્રસ્ત હાલતમાં જોઈ કોઈ રાહદારીએ આજી ડેમ પોલીસને જાણ કરી

પોલીસ તપાસમાં કૌટુંબિક ભાઈઓના નામ ખુલ્યા
108નાં તબીબે સ્થળ પર જ વિરસિંગને મૃત જાહેર કર્યો હતો. જયારે ઈજાગ્રસ્ત હાલતમાં રહેલા તેના પુત્રએ સચિનને સિવિલ ખસેડાયો હતો. વિરસિંગ પાસેથી મળેલા આધાર કાર્ડનાં આધારે તેની ઓળખ મેળવી પોલીસે તેની પત્ની જાનુબેનને જાણ કરી હતી. અને પોલીસે તેની ફરીયાદ પરથી અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. સમગ્ર મામલે ચાલી રહેલી તપાસ દરમિયાન મૃતકની હત્યા તેના જ કૌટુંબિક ભાઈઓ કલમસિંગ ઉર્ફ કમલેશ ગુલાબસિંગ મેથુરભાઈ શીંગાળ અને રમલેશ ઉર્ફે રમેશ શંકરભાઈ મેથુરભાઈ શીંગાળે કરી હોવાનું સામે આવ્યું હતું.

વિરસિંગ પુત્ર સચિનને સાઈકલ બેસાડી રાજકોટ રહેતા સાળાને મળવા આવ્યો હતો
વિરસિંગ પુત્ર સચિનને સાઈકલ બેસાડી રાજકોટ રહેતા સાળાને મળવા આવ્યો હતો

આરોપીઓએ વિરસિંગ સાથે ઝઘડો કર્યો
આરોપી કમલેશ ગુલાબસીંગ શીગાળને તેના સગા કાકાના દીકરા મરણજનાર-વિસીગ મોહબતભાઇ શીંગાળ સાથે આશરે બે વર્ષ પહેલા પોતાન વતનમાં ખેતીની જમીન બાબતે ઝગડો ચાલતો હતો. આ અંગે ત્ણેક દીવસ પહેલા મરણજનારે બંને આરોપીઓને અપશબ્દો કહ્યા હતા. જેનો ખાર રાખી ગઈકાલે બપોરે બન્ને આરોપીઓ જેમાં કમલેશ સાયકલ લઇને તથા આરોપી રમલેશ મોટરસાયકલ લઇને સરધાર ગામ વાડીના કાચા રસ્તે પહોંચ્યા હતા. અને મરણજનાર સાયકલ લઇને તેના દીકરા સચીન સાથે મળ્યો હતો. જ્યાં આરોપીઓએ વિરસિંગ સાથે ઝઘડો કરી ત્યાં રહેલા મોટા પથ્થરો વડે માથામાં તથા શરીરે માર માર્યો હતો. અને તેના 2 વર્ષનાં દીકરા સચીનને પણ પથ્થરો વડે માથામાં અને શરીરે માર મારી ફરાર થઈ ગયા હતા.

કમલેશ સાયકલ લઇને તથા આરોપી રમલેશ મોટરસાયકલ લઇને સરધાર ગામ વાડીના કાચા રસ્તે પહોંચ્યા હતા
કમલેશ સાયકલ લઇને તથા આરોપી રમલેશ મોટરસાયકલ લઇને સરધાર ગામ વાડીના કાચા રસ્તે પહોંચ્યા હતા

મૃતકની લાશ ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી
હાલ પોલીસે બંનેને ઝડપી લઈ કૌટુંબિક ભાઈની હત્યા અને ભત્રીજાની હત્યાનાં પ્રયાસનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલ મૃતકની લાશ ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. જો કે માથાની ઈજા દેખીતી હોવાથી અને નજીકમાં જ જેનાથી હત્યા થઈ તે પથ્થર મળી આવ્યો હોય તેમજ આરોપીઓએ પણ કબૂલાત આપી હોય મૃતકની પત્નીની ફરિયાદને આધારે પોસ્ટમોર્ટમ રીપોર્ટ પહેલાં જ હત્યાનો ગુનો દાખલ કરી આજી ડેમ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.