તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:ગોંડલની આશાપુરા ચેકપોસ્ટ પર 3 કોથળા સોપારી લઈને પસાર થતા બે સગાભાઈ ઝડપાયા

રાજકોટ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
સોપારીના જથ્થા સાથે બે સગા ભાઇ ઝડપાયા - Divya Bhaskar
સોપારીના જથ્થા સાથે બે સગા ભાઇ ઝડપાયા
 • પોલીસે ઇકો કાર સહિત 2,88720 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો

કોરોનાના કહેર વચ્ચે લોકડાઉન ત્રણ આવી રહ્યું છે ત્યારે છાનાખૂણે સોપારી-તમાકુનો જથ્થો સંગ્રહ કરવા કેટલાક કાળાબજારિયાઓએ કમર કસી છે. આજે ગોંડલ આશાપુરા ચોકડી પાસે પોલીસે ત્રણ કોથળા સોપારીના જથ્થા સાથે ધુડશીયાના બે સગા ભાઈઓને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે. ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે પર આશાપુરા ચોકડી પાસે ફરજ બજાવતા પી.એસ.આઇ એન.વી. હરિયાણી, રામવિજયસિંહ જાડેજા અને સહદેવસિંહ જાડેજાને પૂરપાટ ઝડપે દોડીને આવી ઊભી રહેલી ઇકો કાર GJ03JR5490 ઉપર શંકા જતા તેની તલાશી લેતા તેમાંથી સોપારીના ત્રણ કોથળા મળી આવ્યા હતા. અમરીશ ગીરધરભાઈ ભુવા અને તેનો ભાઈ અમિતની ધરપકડ કરી રૂ. 2,88,720નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, પાન-મસાલામાં મુખ્ય ઉપયોગમાં આવતી સોપારી સામાન્ય પરિસ્થિતિમાં બજારમાં આશરે રૂ 300 રૂપિયે કિલો મળતી હોય લોકડાઉનના કારણે આજે કિલોનો ભાવ રૂ. 1000થી પણ વધુ બોલાય રહ્યા છે. સોપારીના એક કોથળામાં 65 કિલો સોપારી આવતી હોય છે તો આ જથ્થાની વર્તમાન કિંમત 2 લાખ જેવી ગણી શકાય. 

(હિમાંશુ પુરોહિત, ગોંડલ)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો