તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોંકાવનારો કિસ્સો:રાજકોટમાં LLB, બી.કોમ અને સાયકોલોજીનો અભ્યાસ કરેલા બે ભાઈ અને બહેનની માનસિક સ્થિતિ ખરાબ થઈ, 10 વર્ષ સુધી એક જ ઓરડીમાં રહ્યાં, બારણું તોડી બહાર કાઢ્યા

રાજકોટ2 મહિનો પહેલા
રાજકોટમાં બે ભાઈ અને એક બહેનની માનસિક સ્થિતિ ખરાબ થતા એક જ ઓરડીમાં આશરે 10 વર્ષથી રહેતા હતા - Divya Bhaskar
રાજકોટમાં બે ભાઈ અને એક બહેનની માનસિક સ્થિતિ ખરાબ થતા એક જ ઓરડીમાં આશરે 10 વર્ષથી રહેતા હતા
  • મારા સંતાનો પર નજીકના સંબંધીઓએ જ મેલી વિદ્યાનો પ્રયોગ કર્યાનો પિતાનો આક્ષેપ
  • દરવાજો તોડતા રૂમની અંદર બે ભાઈ અઘોરી જેવું જીવન જીવતા નજરે પડ્યા

રાજકોટના કિસાનપરા ચોકમાં ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. કિસાનપરા ચોક શેરી નં.8માં સાથી સેવા ગ્રુપ દ્વારા આશરે 10 વર્ષથી એક જ ઓરડીમાં છૂપાયેલા બે ભાઈ અને એક બહેનને બહાર કઢાયા છે. LLB બી.કોમ અને સાયકોલોજીનો અભ્યાસ કરી ચૂકેલા બે ભાઈ અને એક બહેનની માનસિક સ્થિતિ ખરાબ થઈ હતી. આથી પોતાની જાતને આશરે 10 વર્ષ સુધી એક ઓરડીમાં પુરી રાખ્યા હતા. માનસિક સ્થિતિ ખરાબ હોવાને કારણે ત્રણેય ભાઈ-બહેને આ કૃત્ય કર્યુ હતું. આજે સાથી સેવા ગ્રુપ દ્વારા ઓરડીનો દરવાજો તોડી ત્રણેયને બહાર કાઢ્યા હતા.

રૂમમાં રહી અઘોરી જેવું જીવન જીવતા હતા.
રૂમમાં રહી અઘોરી જેવું જીવન જીવતા હતા.

પિતાએ ઘણી આજીજી કરી દરવાજો ખોલવા પણ ખોલ્યો નહીં
ત્રણેય ભાઈ-બહેનને છોડાવવા માટે સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ અને તેમની ટીમ દોડી ગઈ હતી. પિતાએ ત્રણેયને દરવાજો ખોલવા માટે આજીજી કરી પણ ખોલ્યો નહી. મકાનની ડેલી સાથી સેવા ગ્રુપના એક સભ્યએ દીવાલ ટપી ખોલી હતી. જ્યારે અંદર રૂમનો દરવાજો બંધ હોવાથી પિતાએ દરવાજો ખોલવા ઘણી આજીજી કરી હતી. પરંતુ દરવાજો ન ખોલતા આખરે સાથી સેવા ગ્રુપની ટીમે દરવાજો તોડવો પડ્યો હતો. અંદર ત્રણેય ભાઈ-બહેન અઘોરી જેવુ જીવન જીવતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. બંને ભાઈની દાઢી અને વાળ વધી ગયેલા જોવા મળ્યા હતા.

બંને ભાઈની દાઢી અને વાળ વધી ગયા હતા.
બંને ભાઈની દાઢી અને વાળ વધી ગયા હતા.

અમે દરવાજો તોડીને અંદર ગયા હતાઃ જલ્પાબેન પટેલ
સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમને એક ફોન આવ્યો હતો કે આવી રીતે ત્રણ ભાઈ-બહેન રહે છે. જમવાનું તેમના પિતા પહોંચાડતા હતા. દરવાજા પાસે થાળી રાખે એટલે લઈ લેતા હતા. ત્રણેય ભાઈ-બહેન આશરે 10 વર્ષથી અંદર રહેતા હતા. અમે દરવાજો તોડીને અંદર ગયા હતા. તેમના પિતાને કહ્યું છે કે અમને સોંપી દ્યો અમે એક મહિનાની અંદર સારૂ કરી દેશું. તેમના પિતા નિવૃત્ત સરકારી કર્મચારી છે અને 35 હજાર જેટલું પેન્શન આવે છે. ત્રણેયની ઉંમર 30થી 42 વર્ષ જેટલી છે. તેમના પિતા પરિવાર સાથે વાત કરીને નિર્ણય લેશે.

પિતા નવીનભાઈને મહિને 35 હજારનું પેન્શન આવે છે.
પિતા નવીનભાઈને મહિને 35 હજારનું પેન્શન આવે છે.

ત્રણેય સંતાનો પાસે ઉચ્ચ ડિગ્રીઃ પિતા
નવીનભાઈ મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે વર્ષો સુધી દવા અને દુવા બંને કરી છે રાજકોટ શહેરના સારામાં સારા મનોચિકિત્સક તેમજ ઘણી મોટા નામ ધરાવતી ધાર્મિક જગ્યાઓના મહંતો તેમજ આચાર્ય પાસેથી પણ સારું થઈ જાય તે માટે જોવરાવાનું કામ કરાવ્યું છે. તેમ છતાં આજ દિવસ સુધી તેમના સંતાનોનું ક્યારેય પણ સારું નથી થયું. મારા મોટા પુત્રનું નામ અંબરીશ મહેતા છે તેણે વકીલનો અભ્યાસ કર્યો છે. તેમજ તે વકીલાત પણ કરતો હતો. સંતાનમાં બીજા નંબરે મેઘા મહેતા નામની દીકરી છે તેણે એમ.એ. વિથ સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે. જે
રાજકોટ શહેરની કણસાગરા કોલેજમાં ભણતી હતી. ત્રીજા નંબરનો દિકરો ભાવેશ મહેતા છે તે પણ ઇકોનોમીમાં બી.એ. ફર્સ્ટ છે. સાથોસાથ તે રાત્રિ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન પણ કરતો હતો. જ્યારથી ત્રણેય સંતાનોએ પોતાની માતા ગુમાવી છે ત્યારથી ત્રણેય સંતાનો ઉપર કોઈએ મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો હોય તેવું લાગે છે.

મારો નાના દિકરામાં અઘોરીની અસર છેઃ નવીનભાઈ
મારા નાના દિકરા ભાવેશમાં અઘોરીની અસર છે. તે કપડા પહેર્યા વગર અગાસી પર આંટાફેરા કરતો હતો. સોસાયટી સારી છે એટલે કોઈ લોકો બોલતા નથી. તુલસી ખાતો હતો એટલે તેમાં કંઈ ભેળવી દઈ કોઈકે કંઇ ખવડાવ્યું છે. આથી તે મારામારી કરતો હતો. 1986થી તેની મમ્મી બીમાર પડી ત્યારથી અસર થઈ છે. પાંચ વર્ષ પહેલા તેની મમ્મી ગુજરી ગઈ ત્યારથી આવી હાલતમાં રહે છે. છ વર્ષથી આ જ પરિસ્થિતિમાં છે. દવાની કોઈ અસર થતી નથી. જૈન સાધુ મહારાજે પાલિતાણામાં કહ્યું હતું કે, આ અમારૂ કામ નથી. સાળંગપુર પણ ગયા છીએ પણ કોઇ જ પ્રકારનો ફેર નથી. હાલ નિકાવા જોવરાવાનું કામ ચાલે છે.

સાથી સેવા ગ્રુપની પ્રશંસનીય કામગીરી.
સાથી સેવા ગ્રુપની પ્રશંસનીય કામગીરી.

ત્રણેય ભાઈ-બહેનને પિતા જમવાનું પહોંચાડતા હતા
શહેરના કિસાનપરા ચોકમાં શેરી ન.8ના ખુણા પર આવેલા એક જૂનવાણી મકાનમાં ત્રણેય ભાઈ-બેન રહેતા હતા. બે ભાઈની માનસિક સ્થિતિ ખરાબ છે જ્યારે બહેનની હાલત સારી છે. આથી બંને ભાઈને તે સાચવી રહી છે. 82 વર્ષીય નવીનભાઈ મહેતાના ત્રણેય સંતાનો છે. નવીનભાઈ જ ત્રણેય સંતાનોને જમવાનું પહોંચાડતા હતા.

પિતાએ ડેલી ખોલવા ઘણી આજીજી કરી હતી
પિતાએ ડેલી ખોલવા ઘણી આજીજી કરી હતી

જાગૃત મહિલાએ સાથી સેવા ગ્રુપને જાણ કરી હતી
એક જાગૃત મહિલાએ સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલને એક જ ઘરમાં છ વર્ષથી ત્રણ ભાઈ-બહેન રહે છે તેવી જાણ કરી હતી. આથી જલ્પાબેને નવીનભાઈનો સંપર્ક કર્યો હતો. ગઈકાલે જ પાડોશીઓને કહી દીધું હતું કે, આ લોકોને છંછેડતા નહીં. આજે સાથી સેવા ગ્રુપના જલ્પાબેન, તેમની ટીમ અને નવીનભાઈ સાથે પહોંચ્યા હતા. નવીનભાઈએ તેની દીકરીને ડેલી ખોલવા ઘણી મથામણ કરી પણ ખોલી નહોતી. બાદમાં સાથી સેવા ગ્રુપની ટીમ દીવાલ ટપી અંદર જઈ રૂમનો દરવાજો તોડ્યો હતો.

ઘરના રૂમમાં આશરે 10 વર્ષથી રહેતા હતા.
ઘરના રૂમમાં આશરે 10 વર્ષથી રહેતા હતા.

લોકડાઉનને કારણે અમે બહાર નહોતા નીકળતા-દીકરી
નવીનભાઈની દીકરીએ જણાવ્યું હતું કે, લોકડાઉનને કારણે અમે સાતથી આઠ મહિના સુધી બહાર નીકળતા નહોતા. લોકડાઉન પહેલા હું શાકભાજી અને કરિયાણું લેવા બહાર નીકળતી હતી. ચિંતાને કારણે એક જ રૂમમાં પુરાય રહ્યાનું પણ બહાર આવી રહ્યું છે. નવીનભાઈનો નાનો દીકરો ક્રિકેટ રમતો હતો. જ્યારે મોટા દીકરાએ LLB બી.કોમ સુધી અભ્યાસ કર્યો છે. જ્યારે દીકરીએ સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે. હાલ આ ત્રણેયને કંઈ જગ્યાએ રાખવા તે અંગે પરિવારજનો ચર્ચા કરી રહ્યાં છે. સુરતના એક આશ્રમમાં ખસેડવાની વાત પણ ચાલી રહી છે.

નવીનભાઈ અને તેની દીકરી કે જેની હાલત સારી છે.
નવીનભાઈ અને તેની દીકરી કે જેની હાલત સારી છે.

નજીકના સંબંધીઓએ મેલી વિદ્યાનો પ્રયોગ કર્યોઃ પિતા
ત્રણેય ભાઈ-બહેનના પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા સંતાનો પર નજીકના સંબંધીઓએ જ મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો છે. આથી આ સ્થિતિમાં તેઓ એક જ ઓરડીમાં છ વર્ષ સુધી પુરાય રહ્યાં હતા. મીડિયા સાથે વાત કરતી પિતા ભાવુક બની ગયા હતા.

રૂમની અંદરની સ્થિતિ.
રૂમની અંદરની સ્થિતિ.

ત્રણેય ભાઈ-બહેન અંધશ્રદ્ધાનો શિકાર કે માનસિંક અસ્થિર?
આજુબાજુમાં રહેતા લોકોનું પણ કહેવું હતું કે છેલ્લા છ વર્ષથી તો આ તમામ ત્રણેય ભાઈ-બહેન ઘરની અંદર જ રહે છે. એક સમયે આ તમામ ત્રણેય ભાઈબહેન ભણવામાં ખૂબ જ આગળ પડતા હતા. રાજકોટ શહેરમાં આજે આ ઘટના સામે આવી છે તે ઘટના અંગે લોકોમાં અનેક સવાલો ઉઠ્યા છે. ત્યારે સૌથી મોટો સવાલ તો એ જ થાય છે કે આખરે ત્રણેય ભાઈ-બહેનો અંધશ્રદ્ધાના શિકાર છે કે પછી માનસિક બીમાર છે.

દુર્ગંધ મારતા કપડા પહેરેલી હાલતમાં બહાર કઢાયા
ત્રણેય ભાઈ-બહેનને બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેમણે પહેરેલા કપડા દુર્ગંધ મારતા હતા. રૂમની અંદર પણ મેલા કપડા અને અખબારો પડ્યા હતા. આથી સાથી સેવા ગ્રુપના સભ્યોએ તમામના વાળ વધી ગયા હોવાથી કાપ્યા હતા. તેમજ બંને ભાઈની દાઢી પણ કરી હતી. બાદમાં ત્રણેયને નવડાવ્યા હતા અને નવા કપડા પહેરાવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો