તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:રાજકોટમાં 10 વર્ષથી એક જ ઓરડીમાં રહી અઘોરી જેવું જીવન જીવતાં એજ્યુકેટેડ ત્રણ ભાઈ-બહેનને સાજા કરવા સેવાભાવી સંસ્થા અડગ, કહ્યું- જરૂર પડ્યે ગુનો દાખલ કરીશું

રાજકોટ2 મહિનો પહેલા
રાજકોટમાં ત્રણે ભાઈ-બહેન 10 વર્ષથી એક જ ઓરડીમાં જિંદગી જીવી રહ્યાં હતાં, સાથી સેવા ગ્રુપે 
તેમને બહાર કાઢ્યાં હતાં. - Divya Bhaskar
રાજકોટમાં ત્રણે ભાઈ-બહેન 10 વર્ષથી એક જ ઓરડીમાં જિંદગી જીવી રહ્યાં હતાં, સાથી સેવા ગ્રુપે તેમને બહાર કાઢ્યાં હતાં.
  • ત્રણેય ભાઈ-બહેનને સાજા કરવા સામ દંડ ભેદની નીતિ અપનાવીશુંઃ સાથી સેવા ગ્રુપ
  • પિતાએ કહ્યું, નાના દીકરામાં અઘોરીની અસર, નિકાવા પાસે જોવડાવાનું કામ ચાલે છે

રાજકોટના કિસાનપરા ચોક વિસ્તારમાં શેરી નં.8ના ખૂણે આવેલા એક મકાનની ઓરડીમાં છેલ્લાં 10 વર્ષથી LLB, બી.કોમ અને ઇકોનોમીમાં ફર્સ્ટ ક્લાસ બે ભાઈ અને એક બહેનની માનસિક સ્થિતિ ખરાબ થતાં અઘોરી જેવું જીવન જીવી રહ્યાં હતાં. આ અંગે સાથી સેવા ગ્રુપનાં જલ્પાબેન પટેલને જાણ થતાં ટીમ સાથે ગઈકાલે રવિવારે બપોર પછી દોડી આવ્યાં હતાં. રૂમનો દરવાજો તોડી ત્રણેય ભાઈ-બહેનને બહાર કાઢ્યાં હતાં અને બંને ભાઈની વધી ગયેલી દાઢી અને વાળ કપાવ્યા હતા તેમજ નવડાવી નવાં કપડાં પહેરાવ્યાં હતાં. બાદમાં ત્રણેયને તેમના પિતા બીજા ઘરે લઈ ગયા છે. ત્યારે સાથી સેવા ગ્રુપનાં જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે ત્રણેય ભાઈ-બહેનને સાજા કરવા અમે અડગ છીએ. જરૂર પડશે તો અમે તેના પરિવાર સામે ગુનો પણ દાખલ કરીશું.

10 વર્ષમાં બે ભાઈની અઘોરીથી બદતર હાલત થઈ ગઈ હતી.
10 વર્ષમાં બે ભાઈની અઘોરીથી બદતર હાલત થઈ ગઈ હતી.

સામ-દંડ-ભેદની નીતિ અપનાવી અમે તેને સાજા કરીશુઃં જલ્પાબેન પટેલ
જલ્પાબેન પટેલે વધુમાં જણાવ્યું હતું કે ત્રણેય ભાઈ-બહેનને સાજા કરવા માટે અમે સામ-દંડ-ભેદની નીતિ અપનાવીશું. આજે અમે ફરી તેના ઘરે જઈશું અને સાફસફાઈ કરીશું. પરિવારને અમે સમજાવીશું કે સાજા કરવા માટે અમને સોંપી દો. પરિવાર નહીં માને તો અમે ગુનો દાખલ કરી ત્રણેય ભાઈ-બહેનનો કબજો મેળવી લઈશું. અમે તેના ઘરે જઈને 10 વર્ષ તેના પિતાએ શું કર્યું એની પૂછપરછ કરીશું અને આખી હિસ્ટ્રી જાણીશું. અમે પોલીસ સાથે વાત પણ કરી લીધી છે. એવું લાગશે તો અમે સુરતના એક આશ્રમમાં ત્રણેય ભાઈ-બહેનને લઇ જઇ જશું અને સાજા કરીશું.

આ પણ વાંચોઃ રાજકોટમાં LLB, બી.કોમ અને સાયકોલોજીનો અભ્યાસ કરેલાં બે ભાઈ અને બહેનની માનસિક સ્થિતિ ખરાબ થઈ, 10 વર્ષ સુધી એક જ ઓરડીમાં રહ્યાં, બારણું તોડી બહાર કાઢ્યાં

બહેનની માનસિંક સ્થિતિ થોડી સારી હોવાનું જાણવા મળ્યું.
બહેનની માનસિંક સ્થિતિ થોડી સારી હોવાનું જાણવા મળ્યું.

સમાજ સુરક્ષા વિભાગની ટીમે પણ તપાસ હાથ ધરી
આ ઘટનાની જાણ થતાં સમાજ સુરક્ષા વિભાગની ટીમ પણ દોડી ગઈ હતી. ટીમે તપાસ કરતાં ત્રણેય ભાઈ-બહેન પૈકી મોટા ભાઈ શેટી પરથી પડી જતાં તેને ઇજા પહોંચી હોવાથી તેના પિતા નવીનભાઈને જાણ કરી હતી, આથી નવીનભાઈએ સારવાર માટે અમે લઈ જઈશું તેવી વાત કરી હતી. આજે સવારે નવીનભાઈએ સમાજ સુરક્ષા વિભાગને જણાવ્યું હતું કે મારાં સંતાનો ડરી ગયાં છે, આથી હું કિસાનપરાના ઘરેથી બીજે લઇ ગયો છું. એકાદ દિવસ પછી હું સારવાર કરાવીશ, પરંતુ સમાજ સુરક્ષા વિભાગની ટીમ તેને સતત સમજાવતાં માની ગયા હતા.

અંબરીશભાઈના પગ લાંબા સમયથી વળેલા હોવાથી એક્સ-રે થયા નહીં
ત્રણેય ભાઇ-બહેનને ફઇના ઘરે લઇ જવાયાં હતાં. અંબરીશભાઇના પગ સતત વાંકા રહેવાને લીધે એક્સ-રે પણ થઇ શક્યા નથી. કિસાનપરાની ઘટનામાં સમાજ સુરક્ષાની ટીમે સમજાવતાં પિતા નવીનભાઇ પુત્રની સારવાર માટે તૈયાર થયા હતા, પરંતુ અંબરીશભાઈએ સતત લાંબો સમય સુધી પગ વાળેલા જ રાખ્યા હોય, આ પગ સીધા પણ થઇ શકતા નથી, આથી એકસ-રે પણ બરાબર આવ્યા નથી. હવે એનેસ્થેસિયા આપીને સિટી સ્કેન કરાવી પછી રિપોર્ટ થઇ શકે તેમ છે. પગ સીધા કરવામાં ખૂબ લાંબો સમય લાગી જાય એમ તબીબોએ કહ્યું હતું. અંબરીશભાઇને હાલ તરત જરૂરી દવા તબીબોએ વિનામૂલ્યે આપી હતી અને તપાસવાની ફી પણ લીધી નહોતી.

આજે સાથી સેવા ગ્રુપે મકાનમાં સાફસફાઈની કામગીરી હાથ ધરી હતી.
આજે સાથી સેવા ગ્રુપે મકાનમાં સાફસફાઈની કામગીરી હાથ ધરી હતી.

નાના દીકરામાં અઘોરીની અસર, જોવડાવાનું કામ ચાલુ છેઃ પિતા
પિતા નવીનભાઈએ એમ પણ જણાવ્યું હતું કે 1986થી તેની મમ્મી બીમાર પડી ત્યારથી અસર થઈ છે. પાંચ વર્ષ પહેલાં તેની મમ્મી ગુજરી ગઈ ત્યારથી આવી હાલતમાં રહે છે. છ વર્ષથી આ જ પરિસ્થિતિમાં છે. દવાની કોઈ અસર થતી નથી. મારા નાના દીકરા ભાવેશમાં અઘોરીની અસર છે, આથી નિકાવા પાસે એક જગ્યામાં જોવડાવાનું કાર્ય ચાલુ છે. વર્ષો સુધી દવા અને દુવા બંને કરીએ છે. રાજકોટ શહેરના સારામાં સારા મનોચિકિત્સક તેમજ મોટું નામ ધરાવતી ધાર્મિક જગ્યાઓના મહંતો તેમજ આચાર્ય પાસેથી પણ સારું થઈ જાય એ માટે જોવડાવાનું કામ કરાવ્યું છે. તેમ છતાં આજ દિવસ સુધી તેમના સંતાનોને ક્યારેય પણ સારું નથી થયું.

સાથી સેવા ગ્રુપની ટીમે બંને ભાઈના વાળ કાપી દાઢી કરાવી હતી.
સાથી સેવા ગ્રુપની ટીમે બંને ભાઈના વાળ કાપી દાઢી કરાવી હતી.

મોટો ભાઈ LLB, બહેન એમ.એ. વિથ સાયકોલોજી અને નાનો ભાઈ બી.એ. ફર્સ્ટ ક્લાસ પાસ
ત્રણેય ભાઈ-બહેનમાં મોટા ભાઈનું નામ અંબરીશ મહેતા છે. તેણે વકીલનો અભ્યાસ કર્યો છે તેમજ તે વકીલાત પણ કરતો હતો. બીજા નંબરે મેઘા મહેતા નામની બહેન છે, તેણે એમ.એ. વિથ સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે. તે રાજકોટ શહેરની કણસાગરા કોલેજમાં ભણતી હતી. ત્રીજા નંબરનો ભાઈ ભાવેશ મહેતા છે, તે પણ ઇકોનોમીમાં બી.એ. ફર્સ્ટ ક્લાસ પાસ છે, સાથોસાથ તે રાત્રિ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન પણ કરતો હતો. જ્યારથી ત્રણેય સંતાનોએ પોતાની માતા ગુમાવી છે ત્યારથી ત્રણેયે પર કોઈએ મેલીવિદ્યાનો પ્રયોગ કર્યો હોય એવું લાગે છે તેવો પિતા નવીનભાઈએ આક્ષેપ કર્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો