તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

10 વર્ષની કેદ બાદ જાહેર જીવનનો પ્રારંભ:રાજકોટના 3 ભાઈ-બહેનને સ્કિઝોફ્રેનિયા રોગ, ભાવેશને ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમાડી આજની દુનિયામાં લઈ આવવાનો પ્રયાસ, ક્રિકેટથી જૂની યાદો પાછી આવી રહી છે

રાજકોટ2 મહિનો પહેલા
ભાવેશને જૂના મિત્રોને બોલાવી ક્રિકેટ રમાડવામાં આવે છે. - Divya Bhaskar
ભાવેશને જૂના મિત્રોને બોલાવી ક્રિકેટ રમાડવામાં આવે છે.
  • એક સમયે ભાવેશ જે મેદાનમાં ક્રિકેટ રમતો ત્યાં જૂના મિત્રોને બોલાવી યાદો તાજી કરાવાઈ
  • દવા અને શોક દેવાથી સ્કિઝોફ્રેનિયામાં રિકવરી આવી શકે છેઃ મનો ચિકિત્સક

રાજકોટના કિસાનપરા ચોકમાં શેરી નં.8માં એક જ ઓરડીની 10 વર્ષથી અઘોરી જેવું જીવન જીવતા ત્રણ ભાઈ-બહેન અંબરીશ, મેઘા અને ભાવેશ ફરી જાહેર જીવન જીવે તેવા પ્રયાસો હાથ ધરાયા છે. ત્રણેય ભાઈ-બહેનને સ્કિઝોફ્રેનિયા નામનો રોગ હોવાનું જાણવા મળ્યું છે. ભાવેશને ક્રિકેટ રમાડી આજની દુનિયામાં લઈ આવવાનો પ્રયાસ સાથી સેવા ગ્રુપ કરવામાં આવી રહ્યો છે. ક્રિકેટથી ભાવેશને જૂની યાદો પાછી આવી રહી છે. આથી આજે તેના જૂના મિત્રો સાથે ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમાડવામાં આવી હતી.

ભાવેશે બેટિંગ બાદ આજે બોલિંગ કરી.
ભાવેશે બેટિંગ બાદ આજે બોલિંગ કરી.

જૂના મિત્રોને બોલાવી ભાવેશને યાદો તાજી કરાવાઈ
બી.એ.માં ફર્સ્ટ ક્લાસ પાસ ભાવેશ પહેલા ક્રિકેટ ટૂર્મામેન્ટ રમાડતો હતો અને ક્રિકેટ પણ રમતો હતો. સાથી સેવા ગ્રુપ દ્વારા તેના જૂના મિત્રોને બોલાવી જૂની યાદો તાજી કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ ત્રણેય ભાઈ-બહેનને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે અને તબીબો દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. ભાવેશને ક્રિકેટ રમાડી રહ્યાં છીએ. જેથી ભાવેશને જૂની યાદો ફરી તાજી થઈ રહી છે.

કિસાનપરાના આ મકાનમાં છેલ્લા 10 વર્ષથી અઘોરી જેવું જીવન જીવતા હતા.
કિસાનપરાના આ મકાનમાં છેલ્લા 10 વર્ષથી અઘોરી જેવું જીવન જીવતા હતા.

અચાનક આઘાત લાગે ત્યારે વ્યક્તિને સ્કિઝોફ્રેનિયા રોગ થાયઃ મનો ચિકિત્સક
રાજકોટના ગોલ્ડ મેડાલિસ્ટ ડો.ભાવેશ કોટકે જણાવ્યું હતું કે, ત્રણેય ભાઈ-બહેનને સ્કિઝોફ્રેનિયા રોગ હોવાનું જાણવા મળે છે. આવો રોગ અચાનક આવેલા આઘાતના કારણે થાય છે. તેના માતાના અવસાનને લઈ એક પછી એક ભાઈ-બહેન આ રોગમાં સરી પડ્યા હોય. દવા અને ઇલેક્ટ્રિક શોક આપવાથી 70થી 80 ટકા આ રોગમાંથી રિકવરી આવી શકે છે. પહેલેથી પરિવારમાં એકબીજા લાગણીથી જોડાયેલા હોય અને માતાનું અવસાન થતા અચાનક આઘાત લાગ્યો હોય તેવું બની શકે. હાલ આવા રોગિષ્ઠને કાઉન્સેલિંગ કરીએ તો યોગ્ય અને સાચી વાત તેના મગજ સુધી પહોંચી પણ ન શકે. માટે જરૂર પડ્યે ઇલેક્ટ્રિક શોક, દવા અને ઇન્જેક્શન આપવા પડે છે.

આ રોગથી દર્દી હિંસક પ્રકારનું વલણ પણ અપનાવી શકે
સેવાભાવી સંસ્થા અને સમાજ સુરક્ષા સાથે મળી ત્રણેય ભાઈ-બહેનની સારવાર કરાવી રહ્યા છે. ત્યારે પ્રાથમિક દ્રષ્ટીએ ત્રણેયના વર્તન અને પરિસ્થિતિ જોતા સ્ક્રીનઝોફેનિયાનો રોગ હોય તેવું લાગી રહ્યું છે. આ રોગનો હુમલો આવે એટલે દર્દીની હાલત બગડે છે અને દર્દી હિંસક પ્રકારનું વલણ પણ અપનાવી શકે છે. ભાવાત્મક આવેગ પર જ્યારે નિયંત્રણ ન રહે ત્યારે આવા પ્રકારના રોગનો શિકાર દર્દી બનતો હોય છે. પરિસ્થિતિ જોઈ આવા રોગ માટે દવા અને ઈન્જેક્શન સિવાય કાઉન્સેલિંગ અને જરૂર પડ્યે ઇલેક્ટ્રિક શોક દેવા સુધીની સારવાર થતી હોય છે.

સાથી સેવા ગ્રુપ દ્વારા ત્રણેય ભાઈ-બહેનને બહાર કઢાયા હતા.
સાથી સેવા ગ્રુપ દ્વારા ત્રણેય ભાઈ-બહેનને બહાર કઢાયા હતા.

મોટો ભાઈ LLB, બહેન એમ.એ. વિથ સાયકોલોજી અને નાનો ભાઈ બી.એ. ફર્સ્ટ ક્લાસ પાસ
ત્રણેય ભાઈ-બહેનમાં મોટા ભાઈનું નામ અંબરીશ મહેતા છે. તેણે વકીલનો અભ્યાસ કર્યો છે તેમજ તે વકીલાત પણ કરતો હતો. બીજા નંબરે મેઘા મહેતા નામની બહેન છે, તેણે એમ.એ. વિથ સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે. તે રાજકોટ શહેરની કણસાગરા કોલેજમાં ભણતી હતી. ત્રીજા નંબરનો ભાઈ ભાવેશ મહેતા છે, તે પણ ઇકોનોમીમાં બી.એ. ફર્સ્ટ ક્લાસ પાસ છે, સાથોસાથ તે રાત્રિ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન પણ કરતો હતો. જ્યારથી ત્રણેય સંતાનોએ પોતાની માતા ગુમાવી છે ત્યારથી ત્રણેયે પર કોઈએ મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો હોય એવું લાગે છે તેવો પિતા નવીનભાઈએ આક્ષેપ કર્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

વધુ વાંચો