ગ્રીનલેન્ડ ચોકડી પૂલ પાસે એક સ્વિફ્ટ કાર શંકાસ્પદ હાલતમાં પસાર થતાં બી.ડિવિઝન પોલીસની પીસીઆરના ઇન્ચાર્જ વિનોદભાઇ પરમાર સહિતના સ્ટાફે કારને રોકવાનો ઇશારો કર્યો હતો, પોલીસને જોતા જ કારચાલકે કારની સ્પિડ વધારી હતી અને કાર રાજકોટ અમદાવાદ બાયપાસ હાઇવે પર માર્કેટિંગયાર્ડ તરફ હંકારી હતી, પોલીસે પીછો કરતાં ગાર્ડન રેસ્ટોરન્ટ નજીક ચાલક કાર મુકીને નાસી ગયો હતો.
પીછો કરી રહેલી પીસીઆરના ઇન્ચાર્જ સહિતના સ્ટાફે કાર પાસે પોલીસવાન ઊભું રાખી કારની ડેકી ખોલતા અંદરથી બે કોથળા મળી આવ્યા હતા. કોથળામાં માદક પદાર્થ હોવાનું લાગતા એફએસએલની ટીમને બોલાવવામાં આવી હતી, બે કોથળામાંથી 18.380 કિલોગ્રામ ગાંજો હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે ગાંજો અને કાર સહિત કુલ રૂ.3,57,140નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કાર નંબરના આધારે પોલીસે કાર ચાલકની શોધખોળ શરૂ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.