તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લિફ્ટ લેતા પહેલા ચેતજો:જામકંડોરણામાં મહિલાને લિફ્ટ આપી કારચાલક સહિત બે શખ્સોએ કેફી પ્રવાહી પીવડાવી દાગીના અને રોકડ સેરવી લીધા, બેની ધરપકડ

જામકંડોરણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કારચાલકે રાયડીના પાટીયા પાસે કાર ઉભી રાખી હતી - Divya Bhaskar
કારચાલકે રાયડીના પાટીયા પાસે કાર ઉભી રાખી હતી
  • પોલીસે રૂ.1 લાખ 80 હજારનો મુદામાલ કબ્જે કરી ફરાર આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી

અજાણ્યા વાહન ચાલકો પાસેથી લિફ્ટ લેતા પહેલા થઇ જજો સાવધાન થઈ જજો કારણ કે રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં મહિલાને લિફ્ટ આપી કારચાલક સહિત બે શખ્સોએ કેફી પ્રવાહી પીવડાવી દાગીના અને રોકડ સેરવી લીધા હતા. હાલ રાજકોટ રૂલર LCB પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. આ ગેંગ મોટા ભાગે મહિલાઓને લિફ્ટ આપી કેફી પદાર્થ પીવડાવી સોના ચાંદીના દાગીના તફડાવી લેતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. હાલ પોલીસે એક ફરાર આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.

કાળા કલરની એક કાર મારી પાસે આવી : ફરિયાદી મહિલા
આ અંગે પોલીસ ફરિયાદમાં મહિલાએ જણાવ્યું હતું કે,હું બપોરના જસાપર અમારા ઘરે થી હું જેતપુર જવા નીકળેલ હતી. વૈભવ પેટ્રોલ પંપની સામે વાહનની રાહ જોતી હતી. ત્યારે આશરે સવા ત્રણેક વાગ્યાના અરસામાં કાળા કલરની એક કાર મારી પાસે ઉભી રહેલ આ કારમાં બે પુરૂષો હતા.જેમાં ડ્રાઇવરે મને પુછેલ કે તમારે ક્યાં જવું છે? તો મેં કહેલ કે મારે ધોરાજી જવું છે. ત્યારે આ ડ્રાઇવરે મને કહેલ કે અમે ધોરાજી જ જઇએ છીએ. તમારે આવવું હોય તો બેસી જાવ.

કારચાલકે રાયડીના પાટીયા પાસે કાર ઉભી રાખી હતી
વધુમાં ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું કે,તેથી હું આ કારમાં પાછળ ની સીટમાં બેસી ગયેલ તે પછી મને આ કારના ડ્રાઇવરે પુછેલ કે તમે ક્યાં રહો છો? તો મેં કહેલ કે હું અહીયા જસાપર રહું છું થોડીવાર બાદ આ કારચાલકે રાયડીના પાટીયા પાસે કાર ઉભી રાખેલ હતી.ડ્રાઇવરની ખાલી સાઇડમાં બેઠેલ તે ભાઇ બાજુમાં આવેલ દુકાનેથી સોડા લીધેલ હતી ત્યારે મને આ સોડા લેવા ગયેલ ભાઇએ એક ગ્લાસમાં સોડા આપ્યા બાદ જેમાંથી બે એક ઘુંટડા સોડા પીધેલ હતી બાકીની સોડા ફેકી દીધેલ હતી.તેમણે ધોરાજી બાયપાસથી જેતપુર જવા માટે હાઇવે રોડ પર કાર લઇ લીધેલ હતી.

મને સોડામાં કેફી પ્રવાહી પીવડાવી દીધું હતું
વધુમાં ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું કે, જેતપુર બાજુ ધોરાજી શાક માર્કેટ પાસે પહોચેલ ત્યાં સુધી મને ખબર હતી.તે પછી હું બેભાન થઇ ગયેલ હતી.તે પછી કારમાં મને ક્યાં લઇ ગયેલ તેની ખબર નથી.તા.21/08ના રોજ સવારમાં ભાનમાં આવેલ ત્યારે ધોકીયા પ્રાઇવેટ હોસ્પીટલમાં સારવારમાં દાખલ કરેલ છે.ત્યારે મેં મારું પર્સ તથા મારો મોબાઇલ તથા મારા કાનમાં પહેરેલ સોનાની બુટીઓ જોવામાં આવેલ નહી.તેથી મને એમ લાગેલ કે કાર વાળા બે પુરૂષોએ મને રાયડી પાટીયા પાસે સોડામાં કોઇ કેફી પ્રવાહી પીવડાવી દીધેલ હતું.જેના લીધે હું બેભાન થઇ ગયેલ હતી.ત્યારબાદ મારુ પર્સ ચેક કરતા દાગીના અને રોકડ સહિત રૂપિયા 9,500ની ચોરી કરી ગયાનું જાણવા મળતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આરોપી શબાના કાદરી શોધખોળ હાથ ધરી
આ મુદ્દે રૂલર LCB પોલીસે મહિલાની ફરિયાદના આધારે તપાસ કરી રહી હતી. જેમાં ચોક્કસ બાતમીના આધારે પોલીસે આરોપીઓ પૈકી જયસિંહ ઉર્ફે અર્જુનસિંહ ભીખુભા સોઢા અને બલભદ્રસિંહ ઉર્ફે ડુગો પથુભા જાડેજાની ધરપકડ કરી સોનાના દાગીના સહીત કુલ 1 લાખ 80 હજારનો મુદામાલ કબ્જે કરી ફરાર આરોપી શબાના કાદરી શોધખોળ હાથ ધરી છે.

અંજારમાં અલગ અલગ ગુના નોંધાઈ ચુક્યા છે
ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપીઓ પૈકી અજયસિંહ અગાઉ શાપર વેરાવળ , મીઠાપુર અને જામનગર ખાતે પોલીસ ચોપડે ચડી ચુક્યો છે જયારે બલભદ્રસિંહ જાડેજા વિરુધ્ધ પણ રાજકોટ અને અંજારમાં અલગ અલગ ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે..