ચેન સ્નેચર ઝડપાયા:રાજકોટના શ્રોફ રોડ પર મહિલા નાયબ મામલતદારના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ કરનાર બે પકડાયા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોરાઉ ચેન ઉપર લોન આપનાર પેડક રોડની મુથુટ ફિનકોર્પ કંપનીના બ્રાંચ મેનેજર પણ પોલીસ સકંજામાં

રાજકોટ શહેરના શ્રોફ રોડ ઉપર નાયબ મામલતદાર મહિલાના ગળા માંથી થયેલી સોના ચેનની ચીલ ઝડપનો ભેદ પ્રદ્યુમનનગર પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખી એક સગીરવયના આરોપી સહિત બેને ઝડપી લઇ વધુ તપાસ શરૂ કરી છે. તેમજ આ પ્રકરણમાં ચોરાઉ ચેન જ્યાં ગીરવે મૂકી લોન લેવામાં આવી તે મુથુટ ફિનકોર્પ કંપનીના બ્રાંચ મેનેજરને પોલીસે સકંજામાં લીધો છે.

મળતી વિગતો મુજબ શહેરના શ્રોફ રોડ ઉપર આવેલ ગવર્મેન્ટ ક્વાટર્સ બ્લોક નંબર સી-1/9 માં રહેતા નાયબ મામલતદાર વર્ષાબેન ભરતભાઈ શીલુ બપોરે એક્ટિવા નંબર જીજે 10 બીએલ 9458 લઇ પોતની ઓફિસથી ઘરે જતા હતા ત્યારે મોટરસાઈકલ નંબર જીજે10 બીએલ 3772 ઉપર આવેલ બે શખ્સોએ તેમના ગળામાં પહેરેલા રૂ.50 હજારની કિંમતના સોનાના ચેનની ચીલઝડપ કરી હતી.

આ મામલે બંન્ને ઈસમોને પકડી પાડવા એ.સી.પી પશ્ચિમ વિભાગ પી.કે.દિયોરાની સુચનાથી પ્ર.નગરના ઇન્ચાર્જ પી.આઈ કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ પ્રદ્યુમનનગરની સર્વેલન્સ ટીમે બનાવવાળી જગ્યાની આજુબાજુના સી.સી.ટી.વી. ફુટેજ જોઈ શકાસ્પદ આરોપીના ફુટેજ મેળવી ગુન્હામાં સંડોવાયેલ તથા કાયદાના સંધર્ષમાં આવેલ કિશોર તેમજ આર.ટી.ઓ પાછળ શીવમનગર સોસા શેરી નં-01 માં રહેતા પ્રીતેષ ઉર્ફે કાલી રાજુ આચાર્ય (ઉ.વ.-26)ને ઝડપી લઇ પુછપરછ કરતા ચોરીનો મુદ્દામાલ સોનાનો ચેઈન જે આશરે દોઢ તોલા વજનનો જેની કિ.રૂ. 50,000/- હોય જે આરોપીએ પેક્ડ રોડની મુથુટ ફિનકોર્પ ખાતે ગીરવે મુકેલ હોય જે કબ્જે કરી ચોરાઉ ચેન ઉપર લોન આપનાર મુથુટ ફિનકોર્પ પેડક રોડ બ્રાંચના મેનેજરને સકજામાં લઇ વધુ તપાસ શરુ કરી છે.