તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:માલિયાસણના શખ્સ પાસેથી હથિયાર ખરીદનાર બે પકડાયા

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ક્રાઇમ બ્રાંચે બેને પિસ્તોલ, તમંચો, 3 કારતૂસ સાથે પકડી લીધા - Divya Bhaskar
ક્રાઇમ બ્રાંચે બેને પિસ્તોલ, તમંચો, 3 કારતૂસ સાથે પકડી લીધા
 • છેલ્લા દસ દિવસમાં 7 ગેરકાયદેસર હથિયાર પકડાયા

શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રીઢા ગુનેગારો દ્વારા ગેરકાયદેસર હથિયારો સાથે આતંક મચાવતા હોવાના બનાવો વધતા પોલીસે ગેરકાયદેસર હથિયારો પકડી પાડવા ઝુંબેશ શરૂ કરી છે. ત્યારે ક્રાઇમ બ્રાંચની ટીમે છેલ્લા દસ દિવસમાં નામચીન ગુનેગારો ચંપુ બાબા વીંછિયા, ભરત રઘુ કુંગશિયા, રામદેવ લક્ષ્મણ ડાંગરને ચાર ગેરકાયદેસર હથિયાર તેમજ જીવતા કારતૂસ સાથે પકડી પાડ્યા બાદ વધુ બે શખ્સને પિસ્તોલ, તમંચો અને જીવતા કારતૂસ સાથે ઝડપી લીધા છે.

દૂધની ડેરી, ભગવતી સોસાયટી-4માં રહેતો અને અગાઉ હથિયાર, મારામારી સહિત 5 ગુનામાં તેમજ પાસા હેઠળ જેલ યાત્રા કરી ચૂકેલા રહીમ સીદીક સાંઘ નામનો શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે ગોંડલ રોડ, રસુલપરા પાસે આવેલા તેના ડેલામાં હોવાની માહિતી મળી હતી. જેના આધારે તુરંત ત્યાં દોડી જઇ રહીમને એક દેશી બનાવટની પિસ્તોલ અને 3 જીવતા કારતૂસ સાથે પકડી પાડ્યો હતો. અગાઉ મારામારી થઇ હોવાથી સ્વબચાવ માટે રાખી હોવાનું રટણ રટ્યું હતું. પોલીસ રહીમની ધરપકડ કરતી હતી.

તે જ વેળાએ વધુ એક હથિયારની માહિતી મળતા કુચિયાદડ ગામના બસ સ્ટેન્ડ પાસેથી તે જ ગામના વિનોદ ઉર્ફે ટીનો વશરામ ઝાપડિયાને તમંચા સાથે પકડી પાડ્યો હતો. પોલીસે બંને ગુનેગારની પૂછપરછ કરતા સ્વબચાવ અને શોખ, સીનસપાટા કરવા માલિયાસણના માવજી બિજલ સરિયા નામના શખ્સ પાસેથી હથિયાર ખરીદ્યાની કબૂલાત આપી છે. ક્રાઇમ બ્રાંચની ટીમે હથિયાર વેચનાર માલિયાસણના શખ્સને સકંજામાં સપડાવવા દોડધામ શરૂ કરી છે.

જ્યારે યુનિવર્સિટી રોડ પોલીસમથકના પીએસઆઇ એ.બી.જાડેજા સહિતના સ્ટાફે યુનિવર્સિટી રોડ, જે.કે.ચોક પાસેથી શાપરના ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં રહેતા પ્રકાશ ઉર્ફે પકો રણછોડ પરમારને દેશી બનાવટનો તમંચો અને બે જીવતા કારતૂસ સાથે પકડી પાડ્યો છે. રાજકોટ શહેર ઉપરાંત શાપર, જૂનાગઢ, લોધિકા પોલીસ ચોપડે ચડી ચૂકેલા પ્રકાશ ઉર્ફે પકાની પૂછપરછમાં શાપરમાં થોડા સમય પહેલા વિશાલ નામના શખ્સની હત્યા થઇ હતી. હત્યા પૂર્વે વિશાલ પાસેથી હથિયાર લીધાનું અને તે ગુનાહિત પ્રવૃત્તિઓ કરતો હોવાથી હથિયાર લીધું હોવાની કેફિયત આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો