ક્રાઇમ:ધોરાજીના સૂપેડી ગામે અઢી વર્ષની બાળકીનું અપહરણ, અજાણ્યો બાઇકચાલક ઉઠાવી ગયાની જાણ થતાં તપાસનો ધમધમાટ શરુ

ધોરાજી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
લાપતા બાળકીની ફાઈલ તસ્વીર - Divya Bhaskar
લાપતા બાળકીની ફાઈલ તસ્વીર
  • ધોરાજી પોલીસે ચોતરફ પોલીસની નાકાબંધી કરી

રાજકોટના ધોરાજીના સુપેડી ગામે કારખાનામાં કામ કરતા આદિવાસી શ્રમિકની અઢી વર્ષની પુત્રીનું અજાણ્યા બાઈક સવારે અપહરણ કરતા ચકચાર મજી જવા પામ્યો છે. આ અંગે ધોરાજી પોલીસે અજાણ્યા બાઈક સવાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી અને સમગ્ર ધોરાજીમાં નાકાબંધી કરીને તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.

અજાણ્યો મોટરસાઈકલ ચાલક નાસી છૂટ્યો હતો
પ્રાપ્ત વિગતો અનુસાર ધોરાજીના સૂપેડી ગામે પ્લાસ્ટીક કારખાનામાં મજૂરી કામ કરતા આદિવાસી પરીવારની અઢી વર્ષની પુત્રીનું અજાણ્યો મોટરસાઈકલ ચાલક શખ્સ અપહરણ કરી જતાં આ બનાવથી શહેરમાં ચકચાર મચી છે. કમલેશભાઈ ભાવશીભાઈ આદિવાસીની અઢી વર્ષની પૂત્રી સૂરબાઈને ઉઠાવીને કોઈ અજાણ્યો મોટરસાઈકલ ચાલક નાસી છૂટ્યો હતો. આ ઘટના અંગે પોલીસને જાણ કરાતાં પીઆઈ હકુમત સિંહ જાડેજા સૂપેડી ગામે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી.

બાળકીની એક આંખ ત્રાંસી છે
આ બનાવ અંગે જિલ્લા પોલીસ વડા બલરામ મીના, જેતપુર નાયબ પોલીસ વડા સાગર બાગમરએ તાબડતોબ અપહરણ બનાવ મામલે જિલ્લા સહિતના પોલીસ મથકો ખાતે નાકાબંધી કરાવીને આગળની કાર્યવાહી અારંભી છે. પોલીસને પ્રાથમિક તપાસ અને આસપાસના લોકોની પૂછપરછમાં આ શખ્સે સફેદ કપડા પહેર્યા હોવાનું નજરે જોનારા સાક્ષીએ જણાવ્યું છે. બાળકીની એક આંખ ત્રાંસી છે. જો કોઇને આ શખ્સ કે બાળકી અંગે માહિતી મળે તો સ્થાનિક પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.
( ધોરાજી ભરત બગડા )

અન્ય સમાચારો પણ છે...