તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બુટલેગરનો નવો કીમીયો:રાજકોટમાં ડુંગળીના ઢગલાની આડમાં દારૂની હેરાફેરી, 1212 વિદેશી દારૂની બોટલ સાથે બે આરોપીની ધરપકડ

રાજકોટ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસે બાતમીના આધારે ​​​​​​​ધરપકડ કરી - Divya Bhaskar
પોલીસે બાતમીના આધારે ​​​​​​​ધરપકડ કરી
  • પોલીસે બોલેરો કાર સહિત કુલ 7 લાખ 25 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

રાજકોટમાં બુટલેગરો દ્વારા દારુની હેરાફેરી માટે અવનવા નુસખા અપનાવવામાં આવતા હોય છે. પોલીસ પકડ થી બચવા માટે બુટલેગરો અલગ અલગ રીતે દારૂનો જથ્થો શહેરમાં પહોંચાડવા પ્રયત્ન કરતા હોય છે. રાજકોટ મોરબી હાઇવે પર મારવાડી કોલેજ નજીક એક બોલેરો કારમાં ડુંગળીની આડમાં દારુ છુપાવી લઇ જવામાં આવતો હોવાની બાતમીના આધારે પકડી પાડવામાં આવેલ છે.

બોલેરો કારમાં ડુંગળીની આડમાં દારુ છુપાવી લઇ જવામાં આવતો
બોલેરો કારમાં ડુંગળીની આડમાં દારુ છુપાવી લઇ જવામાં આવતો

7 લાખ 25 હજારનો મુદ્દામાલ કબ્જે
રાજકોટ SOG પોલીસ ટિમને ચોક્કસ બાતમી મળી હતી કે રાજકોટ મોરબી હાઇવે પર મારવાડી કોલેજ પાસે એક GJ-27-X-6177 નંબરની બોલેરો કારમાં ડુંગળીની આડમાં દારુ ભરીને આવી રહેલ છે જેથી ત્યાં ઉભા રહી બાતમી વાળી બોલેરો કાર નંબર GJ-27-X-6177 પસાર થતા તેને અટકાવી તપાસ કરતા અંદર ડુંગળીના ઢગલાની આડમાં અલગ અલગ બ્રાન્ડની કુલ 1212 નંગ વિદેશી દારુ બોટલ મળી આવી હતી. પોલીસે દારુની બોટલો અને કાર સાથે કુલ 7 લાખ 25 હજાર થી વધુના મુદ્દામાલ સાથે બે આરોપીની ધરપકડ કરી જથ્થો ક્યાંથી અને કોને મગાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.

પોલીસે રેડ દરમિયાન બાલકૃષ્ણ મદ્રાસી અને મનીષ જાખેલીયાની ધરપકડ કરી
પોલીસે રેડ દરમિયાન બાલકૃષ્ણ મદ્રાસી અને મનીષ જાખેલીયાની ધરપકડ કરી

એક આરોપી શાકભાજી લારી ચલાવતો હોવાનું ખુલ્યું
પોલીસે રેડ દરમિયાન બાલકૃષ્ણ મદ્રાસી અને મનીષ જાખેલીયાની ધરપકડ કરી છે બંને આરોપી રાજકોટના રેલવે સ્ટેશન નજીક રૂખડીયાપરા વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે જ્યારે કે બંને આરોપીઓ પૈકી એક આરોપી ઇડલી સાંભારની લારી ચલાવતો હોવાનું અને એક આરોપી શાકભાજી લારી ચલાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

પોલીસે બાતમીના આધારે ધરપકડ કરી
પોલીસે બાતમીના આધારે ધરપકડ કરી