ધરપકડ:ખોટા ઘરેણાં ઉપર 64.50 લાખની લોન લેનાર બે આરોપી પકડાયા

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • SBIના વેલ્યૂઅરે 1.84 કરોડની 15 લોકોને લોન અપાવડાવી હતી

રાજકોટની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના વેલ્યૂઅર દ્વારા 15 બેંકધારકોને ખોટા ઘરેણાં હોવાનું જાણવા છતાં 22 કેરેટના ઘરેણાં હોવાનું સર્ટિફિકેટ આપી લોન અપાવડાવી 1.84 કરોડની છેતરપિંડીના બનાવમાં એ ડિવિઝન પોલીસમથકના પીઆઇ સી.જી.જોષી, પીએસઆઇ જી.એસ.ગઢવી સહિતના સ્ટાફે ખોટા સર્ટિફિકેટના આધારે લોન લેનાર આરોપીઓ ડાયા ભવાન વાઘેલા (રૂ.28,83,512) અને દીપક અમૃત વાઘેલા (રૂ.35,66,343)ને ઝડપી લઇ ધરપકડ કરી છે.

બંનેની વિશેષ પૂછપરછ કરવા તેમજ વેલ્યૂઅર ધવલ ચોકસી અને અન્ય લોનધારકોની માહિતી મેળવવા માટે બંને આરોપીને શનિવારે રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કર્યા હતા. જ્યાં અદાલતે બંને આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કરી પોલીસ હવાલે કર્યા છે.

આર.કે.નગર બ્રાંચમાંથી 14 લોકોએ લોન લીધી
એસબીઆઇની આર.કે.નગર બ્રાંચમાંથી શાસ્ત્રીનગરના રાહુલ અનિલ વાઘેલાને રૂ.16,50,404ની, અમરજિતનગરના કનુ ચમન વાઘેલાને રૂ.14,55,296ની, મનીષા કનુ વાઘેલાને રૂ.16,38,088ની, કપિલ અનિલ વાઘેલાને રૂ.14,30,352ની, અનિલ જે.નારોલાને રૂ.11,28,726ની, દીપક અમૃત વાઘેલાને રૂ.27,82,037ની, રવિ ભગવાનજી મકવાણાને રૂ.17,77,494, સંજય છગન વાઘેલાને રૂ.13,23,414, ડાયા ભવાન વાઘેલાને રૂ.11,92,322, જગદીશ વિનુ વાઘેલાને રૂ.20,75,253, દિનેશ શામળા મૈયડને રૂ.47,04,533, એઝાઝ ફારૂક ગોહેલને રૂ.47,33,194, હેતલ અલ્પેશ ધ્રાંગધરિયાને રૂ.46,21,470, મીના દિનેશ જાદવાણીને રૂ.51,22,092 લાખના 22 કેરેટના ઘરેણાં ન હોવા છતાં તે અંગેનું વેલ્યૂઅર ધવલે સર્ટિફિકેટ આપી લોન અપાવડાવી હતી.

જાગનાથ બ્રાંચમાંથી 10 લોકોએ લોન મેળવી
જાગનાથ બ્રાંચમાંથી અલ્પેશ ધ્રાંગધરિયાને રૂ.41,76,550ની, દીપક અમૃત વાઘેલાને રૂ.7,84,306ની, યુસુફ જુમા જોબનને રૂ.42,32,081ની, રાજકુમાર ગોરધન ચૌધરીને રૂ.41,31,166ની, સંજય છોટુ નાગલાને રૂ.39,04,306ની, મુકેશ નાનજી પંચાલાને રૂ.53,11,984ની, ચંદ્રકાંત રતિ સોલંકીને રૂ.17,73,229ની, પીયૂષ રતિ રવાણીને રૂ.16,09,944ની, ડાયા ભવાન વાઘેલાને રૂ.16,91,990ની અને કપિલ અનિલ વાઘેલાને રૂ.16,91,990 લાખના ઘરેણાંને વેલ્યૂઅર ધવલે 22 કેરેટનાં જણાવી સર્ટિફિકેટ આપી લોન અપાવડાવી હતી.

અન્ય સમાચારો પણ છે...