રાજકોટમાં પ્રથમ:નવા કાયદા હેઠળ રાજકોટના ક્રિસ્ટલ મોલમાં યુવતીની છેડતી કરનાર બે શખ્સને પાસામાં ધકેલાયા

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ યુનિવર્સિટી પોલીસે છેડતી કરનાર બે શખ્સની ધરપકડ કરી હતી - Divya Bhaskar
રાજકોટ યુનિવર્સિટી પોલીસે છેડતી કરનાર બે શખ્સની ધરપકડ કરી હતી
  • એકને ભુજ અને બીજા શખ્સને અમદાવાદ જેલમાં ધકેલવામાં આવ્યો

ગુજરાતમાં નવા કાયદાનો અમલ રાજકોટમાં કરવામાં આવ્યો છે. હવે દારૂ, મારામારી જ નહીં પરંતુ છેડતી અને જુગારધામ ચલાવતા શખ્સોને પણ પાસામાં ધકેલવાની કાર્યવાહી રાજકોટ પોલીસે શરૂ કરી છે. ત્યારે યુનિવર્સિટી પોલીસ મથકમાં તાજેતરમાં ક્રિસ્ટલ મોલમાં દુકાન ધરાવતી મહિલાની છેડતીનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં ઝડપાયેલા ચાર શખ્સો પૈકી બે શખ્સોને પોલીસે પાસામાં ધકેલ્યા છે.

એકને ભુજ અને બીજાને અમદાવાદ જેલમાં ધકેલાયો
ક્રિસ્ટલ મોલમાં યુવતીની છેડતી કરનાર અનમોલ રમેશ વાળા અને કાળુ ઉર્ફે ચિરાગને પાસામાં ધકેલ્યા છે. આ બે આરોપી સાથે અન્ય બે શખ્સ પણ સંડોવાયેલા છે. આ ચાર પૈકી અનમોલ વાળા અને કાળુ વિરૂધ્ધ નવા કાયદા મુજબ છેડતીના ગુનામાં પાસા તળે કાર્યવાહી કરવા DCP મનોહરસિંહ જાડેજાએ સુચના આપતાં યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસ કમિશનરે દરખાસ્ત મંજૂર કરતાં અનમોલને ભુજ જેલમાં અને કાળુને અમદાવાદ જેલમાં ધકેલાયો છે.

બંને શખ્સ વિરૂદ્ધ શહેરના અન્ય પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાયેલા છે
ઝડપાયેલા આરોપીઓ પૈકી અનમોલ વાળા અને કાળુ વિરુદ્ધ શહેરનાં વિવિધ પોલીસ મથકોમાં અન્ય ગુનાઓ નોંધાયેલા હોવાથી પોલીસે નવા કાયદા મુજબ બંનેની પાસા દરખાસ્ત તૈયાર કરી હતી. આ દરખાસ્ત પર આજે કમિશનર મનોજ અગ્રવાલે મંજૂરીની મહોર મારતા બંનેને પાસા હેઠળ જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસના આ નિર્ણયને લોકો પણ આવકારી રહ્યા છે. તેમજ રોમિયોગીરી કરતા યુવકોમાં ફફડાટ ફેલાયો છે.