તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માતના બે બનાવ:આટકોટમાં રસ્તો ક્રોસ કરતા આઇશરની ઠોકરે પ્રૌઢનું મોત, ત્રંબા નજીક યુટિલિટીએ અડફેટે લેતા 14 વર્ષની બાળાનું મોત, 6ને ઇજા

રાજકોટ22 દિવસ પહેલા
ત્રંબા પાસે અકસ્માતમાં 6 લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.
  • આટકોટમાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામનાર પ્રૌઢ રાજકોટના શાપર-વેરાવળમાં મજૂરી કામ કરતા
  • ત્રંબા પાસે થયેલા અકસ્માતમાં પરિવાર લગ્નના કપડા ખરીદવા માટે રાજકોટ આવી રહ્યો હતો

જસદણના આટકોટ ગામે શાપર-વેરાવળમાં રહેતા અમરાભાઇ દેવાભાઇ રાઠોડ (ઉં.વ.58), ત્રિભોવનભાઇ ભગવાનભાઇ રાઠોડ અને અન્‍ય એક વ્‍યકિત સહિત ત્રણેય બસસ્‍ટેન્‍ડથી આગળ જસદણ તરફ રાજકોટ-ભાવનગર હાઇવે ક્રોસ કરીને જતા હતા. ત્‍યારે આઇશર નં.G.J-03-EX-4383ના ચાલકે અમરાભાઇ દેવાભાઇ રાઠોડને ઠોકરે લેતા તેને માથામાં ગંભીર ઇજા થતા મોત નીપજ્યુ હતું. જ્યારે અકસ્માતનો બીજો બનાવ ત્રંબામાં બન્યો હતો. યુટિલિટીએ એક પરિવારને ઠોકરે લેતા 14 વર્ષની બાળાનું મોત નીપજ્યું અને 6ને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

ત્રંબા પાસે થયેલા અકસ્માતમાં ઘવાયેલા વ્ચક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ.
ત્રંબા પાસે થયેલા અકસ્માતમાં ઘવાયેલા વ્ચક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ.

પ્રૌઢ પાળીયાદ જતા હતા વચ્ચે ચા પીવા ઉભા રહ્યા હતા
આટકોટ પોલીસના જણાવ્‍યા મુજબ મૃતક અમરાભાઇ શાપર-વેરાવળમાં મજૂરી કામ કરે છે. મિત્રો સાથે પાળીયાદ જતા હતા અને રસ્‍તામાં આટકોટ પાસે ચા પીવા ઉભા રહેતા રોડ ક્રોસ કરતા આઇશર અડફેટે મોત નીપજયુ હતું. આ સમગ્ર ઘટનાની આટકોટ પોલીસમાં ત્રિભોવનભાઇ રાઠોડની ફરિયાદ પરથી આટકોટ પોલીસે આઇશર ચાલાક સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

આટકોટ નજીક આઇશરે પ્રૌઢને ટક્કર મારતા મોત.
આટકોટ નજીક આઇશરે પ્રૌઢને ટક્કર મારતા મોત.

શહેરની ભાગોળે ભાવનગર રોડ પર આર.કે.યુનિવર્સિટીના ગેટ પાસે પુરપાટ ઝડપે નીકળેલી જીપે વાહનની રાહ જોઇને ઊભેલા માતા-પુત્રીને ઉલાળ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલી તરુણીનું મોત નીપજ્યું હતું. ઘટનાની કરુણતા એ હતી કે, તરુણીના કાકાના બુધવારે લગ્ન લખાયા હતા અને તા.16ના લગ્ન હોય તરુણી તેની માતા સાથે ખરીદી કરવા જતી હતી ત્યારે જીપ કાળ બનીને ધસી આવી હતી.

રાજકોટના ગઢકા ગામે રહેતા રંજનબેન પ્રવીણભાઇ બથવાર અને તેની પુત્રી કાજલ (ઉ.વ.13)રાજકોટ આવવા માટે ગઢકા ગામના પાટિયા પાસે આર.કે.યુનિવર્સિટીના ગેટ સામે વાહનની રાહ જોઇને ઝાડ પાસે ઊભા હતા ત્યારે ભાવનગર તરફથી એક જીપ પુરપાટ ઝડપે ધસી આવી હતી. જીપના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને માતા-પુત્રીને ઉલાળી જીપ ઝાડ સાથે અથડાઇ હતી. જીપની ઠોકરે ફંગોળાયેલી કાજલ પર જીપના વ્હિલ ફરી વળતાં તેનું મોત નીપજ્યું હતું. જ્યારે તેની માતા રંજનબેનને ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

લોકોએ જીપચાલક એમ.પી.ના બળવંતસિંઘ રામસિંઘ સિસોદિયાને ઝડપી લીધો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ગઢકાની કાજલના કાકા જગદીશભાઇના બુધવારે લગ્ન લખાયા હતા અને તા.16ના લગ્ન હતા. 16મીએ લગ્ન હોવાથી માતા-પુત્રી લગ્નની ખરીદી માટે રાજકોટ આવવા નીકળ્યા અને વાહનની રાહ જોઇને ઊભા હતા. તપાસ કરતા જીપમાંથી દોઢ બોટલ દારૂ મળી આવ્યો હતો. જીપચાલક બળવંતસિંઘે ઝોકું આવી જતાં માતા પુત્રીને ઉલાળ્યાનું રટણ રટ્યું હતું. જગદીશભાઇના લગ્ન હોય લગ્ન ગીતના બદલે મરસિયા શરૂ થતાં ગઢકામાં ગમગીની છવાઇ હતી.

ત્રંબા નજીક ગઢકાના પરિવારના 4 સભ્યોને યુટિલિટીએ ઠોકરે ચડાવ્યા
આજે ગુરૂવારે બપોરે ત્રંબા નજીક આર.કે. યુનિવર્સિટીના બસ સ્ટોપ પાસે રાજકોટ આવવા માટે બસની રાહ જોઇને ઉભા ગઢકાના એક જ પરિવારના 4 સભ્યોને યુટિલિટીના ચાલકે ઠોકરે ચડાવ્યા હતા. જેમાં 14 વર્ષની બાળા કોમલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બાળાના પિતા પ્રવિણભાઇ છગનભાઇ બથવાર, માતા રંજનબેન અને ભાઇ દેવાંશુને ઇજા પહોંચતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 108 મારફત ખસેડાયા હતા. પ્રવિણભાઇના કાકાના દિકરાના આગામી 15-16 માર્ચના રોજ લગ્ન હોય આ પ્રસંગ માટે પરિવારજનો રાજકોટ કપડા લેવા આવી રહ્યા હતાં ત્યારે આ ઘટના બની હતી.

ત્રંબા પાસેના અકસ્માતમાં યુટિલિટીનો કચ્ચરઘાણ નીકળી ગયો.
ત્રંબા પાસેના અકસ્માતમાં યુટિલિટીનો કચ્ચરઘાણ નીકળી ગયો.
ત્રંબા પાસેના અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિ.
ત્રંબા પાસેના અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિ.

(કરશન બામટા,આટકોટ)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો