ધરપકડ:ફરજમાં રુકાવટ, મારામારીના ગુનામાં ફરાર બે શખ્સ પકડાયા

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપી પકડાયો

શહેરમાં ગુનો આચર્યા બાદ પોલીસ ધરપકડથી બચવા નાસતા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ વચ્ચે પોલીસે બે જુદા જુદા ગુનામાં ફરાર કાકા-ભત્રીજા સહિત 3 આરોપીને ઝડપી લઇ ધરપકડ કરી છે. ભક્તિનગર પોલીસમથક વિસ્તારમાં સાત મહિના પૂર્વે ફરજમાં રુકાવટ તેમજ મારામારીનો ગુનો નોંધાયો હતો.

જેમાં જંગલેશ્વર-24માં રહેતા રજાક દાઉદ કુરેશી અને અંકુર સોસાયટી-6માં રહેતો રજાકનો ભત્રીજો મોઇનબીન ઇમ્તિયાઝ બીનકશીરી નાસતા ફરતા હતા. દરમિયાન સાત મહિના બાદ ફરાર કાકા-ભત્રીજા દેવપરા ચોકમાં હોવાની માહિતી મળતા તુરંત પોલીસ ટીમ ત્યાં દોડી જઇ આરોપી કાકા-ભત્રીજાને પકડી પાડી ધરપકડ કરી છે.

જ્યારે પ્રોહિબિશનના ગુનામાં સાત મહિનાથી ફરાર મોરબી રોડ, રામધામ સોસાયટીમાં રહેતા ચેતન ઉર્ફે દુડી રાજુભાઇ સોલંકીને એરપોર્ટ પોલીસે ઝડપી લઇ અને ધરપકડની કાર્યવાહી કરી છે. પોલીસે બન્ને બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...