ચેતજો:રાજકોટમાં 11 વર્ષની બે પિતરાઇ બહેનોને દ્વારકા જવું હતું, પરિવારે ના પાડતા બંને એકલી નીકળી ગઈ, પોલીસને ખાનગી વાહનમાંથી મળી, પરિવાર સાથે મિલન

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ તસવીર પ્રતિકાત્મક છે. - Divya Bhaskar
આ તસવીર પ્રતિકાત્મક છે.
  • ધ્રોલ નજીક ખાનગી વાહનમાં બંને બહેનો બેઠી હોવાની પોલીસને જાણ થઇ હતી

રાજકોટના માલવિયાનગ૨ પોલીસ મથક વિસ્તારમાં રહેતી 11 વર્ષીય બે પિતરાઇ બહેનો ગઇકાલે સાંજના સમયે ગુમ થયાની જાણ થતા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, રાત્રિના સમયે બન્ને બહેનો ખાનગી વાહનમાંથી હેમખેમ મળી આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. બંનેએ પૂછપ૨છમાં પોલીસને જણાવ્યું કે, બન્નેને દ્વા૨કા જવું હોય પરંતુ પરિવા૨જનોએ ના પાડતા ઘરેથી નીકળી ગઈ હતી.

પોલીસે અલગ અલગ ટીમ બનાવી શોધખોળ હાથ ધરી હતી
પ્રાપ્ત વિગત મુજબ બંને પિતરાઇ બહેનો રાત્રે ગુમ થતા પરિવારજનો માલવિયાનગ૨ પોલીસ મથકે દોડી ગયા હતા. રાત્રિના જ સમયે પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન.ભુકણે વિગતો મેળવી હતી અને ઉચ્ચ અધિકારીઓની સુચના મળતા પોલીસે જુદી-જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં બંને બહેનોના ઘર આસપાસના સીસીટીવી કૂટેજ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશનના સીસીટીવી કૂટેજ વગેરે ચેક કર્યા હતા.

ઘરેથી સાંજના સમયે કોઈને કહ્યા વગ૨ નીકળી ગઈ હતી
તપાસ દ૨મિયાન બન્ને બહેનો રાત્રે રાજકોટ-જામનગ૨ હાઈવે પર ખાનગી પેસેન્જ૨ વાહનમાંથી મળી આવી હતી. પોલીસે બંનેને હેમખેમ પોલીસ મથકે લાવી પરિવા૨જનો સાથે મિલન કરાવ્યું હતું. કાઉન્સેલિંગ કરતા બંને બહેનોએ જણાવ્યું હતું કે, બન્ને પિતરાઇ બહેનોને દ્વા૨કા ફ૨વા માટે જવું હતું પરંતુ મમ્મી-પપ્પા અને ઘરના અન્ય સભ્યોએ જવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. આથી બન્ને બહેનોએ એકલા દ્વા૨કા જવાનું નક્કી ર્ક્યું હતુ અને ઘરેથી સાંજના સમયે કોઈને કહ્યા વગ૨ નીકળી ગઈ હતી. બન્ને બહેનો રાજકોટથી દ્વા૨કા જવા માટે ખાનગી પેસેન્જ૨ વાહનમાં બેઠી હતી.

માલવિયાનગર પોલીસે અલગ અલગ ટીમ બનાવી શોધખોળ હાથ ધરી હતી (ફાઇલ તસવીર).
માલવિયાનગર પોલીસે અલગ અલગ ટીમ બનાવી શોધખોળ હાથ ધરી હતી (ફાઇલ તસવીર).

બન્ને સગી૨ હેમખેમ મળી આવતા પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો
જોકે, રસ્તામાં બન્ને બહેનોને ઘ૨ની યાદ આવવા લાગતા અને રાત પડી ગઈ હોય પરત ઘરે જવાની ઈચ્છા થતા તે વાહનમાંથી ઉતરી પરત રાજકોટ આવતા વાહનમાં બન્ને બહેનો બેઠી હતી. પોલીસને આ અંગે વિગતો મળતા ૨સ્તામાં ધ્રોલ નજીકથી બન્ને બહેનોને ખાનગી પેસેન્જ૨ વાહનમાંથી શોધી લઈ સલામત રીતે પરત તેના પરિવા૨ સાથે મિલન કરાવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ બન્ને બહેનો 11 વર્ષની છે અને સાથે ભણે છે. બન્ને સગી૨ હેમખેમ મળી આવતા પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...