તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટમાં પાટીદાર મહિલામાં વિરોધ:પાટીલથી મોદી સુધી ટ્વીટ કર્યાં, સશક્ત મહિલાઓને ટિકિટ આપવા માગ, મહિલા સરપંચ તરીકે કોર્પોરેટરો હોય અને વહીવટ તેમના પતિ જ કરતા હોય છે; આ બદલવાની જરૂર છે

રાજકોટએક મહિનો પહેલા
  • રાજકોટના સરદારધામ ખાતે પાટીદાર મહિલાઓએ વિરોધ કર્યો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં જ રાજકોટમાં પાટીદાર મહિલાઓમાં વિરોધનો શૂર ઊઠ્યો છે. રાજકોટ સરદારધામ ખાતે પાટીદાર મહિલાઓએ વિરોધ કર્યો છે. મહિલાઓએ પાટીલથી લઈને મોદી સુધીના લોકોને ટ્વીટ કર્યાં છે. આ સાથે જ મહિલાઓનું કહેવું છે કે મહિલા સરપંચ તરીકે કોર્પોરેટરો હોય છે, પણ વહીવટ તો તેમના પતિ જ કરતા હોય છે; આ બદલવાની જરૂર છે.

સશક્ત મહિલાઓને ટિકિટ આપવા માગ
સરદારધામનાં મહિલા આગેવાન શર્મિલા બાંમભણિયાએ ટ્વીટ કર્યું છે. પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સીએમ રૂપાણી, ભાજપ પ્રદેશ-પ્રમુખ સી.આર. પાટીલ, કોંગ્રેસ-પ્રમુખ અમિત ચાવડા, આપ- પ્રમુખ ગોપાલ ઈટાલિયા, NCP પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલને ટ્વીટ કર્યાં છે અને સશક્ત મહિલાઓને ટિકિટ આપવા માગ કરી છે.

સરદારધામ પાટીદાર મહિલાઓનો વિરોધ.
સરદારધામ પાટીદાર મહિલાઓનો વિરોધ.

આગેવાન કે કાર્યકરોની પત્નીને ટિકિટ ન આપવા માગ
પાટીદાર મહિલાઓની માગ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સશક્ત મહિલાઓને જ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે. આગેવાન કે કાર્યકરોની પત્નીને ટિકિટ ન અપાય એવી રાજકીય પાર્ટીના અધ્યક્ષો પાસે માગ કરવામાં આવી છે. સમાજમાં સારું પ્રતિનિધિત્વ માટે સક્ષમ મહિલાને ટિકિટ આપવામાં આવે, શર્મિલા બાંમભણિયાએ કહ્યું હતું કે મહિલા સરપંચ હોવાથી તેમના પતિ જ વહીવટ કરતા હોય છે, જેને બદલવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો