તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરની ટ્રાફિક સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ ગયેલી પોલીસના વાંકે શહેરીજનો દંડનો ભોગ બની રહ્યા છે. સ્માર્ટ સિગ્નલે પોલીસ દ્વારા ચલાવાતી સ્માર્ટ લૂંટથી શહેરીજનો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે. અધિકારીઓ દ્વારા અપાયેલા ટાર્ગેટ પૂરા કરવા ટ્રાફિક પોલીસ યેનકેન પ્રકારે વાહન ચાલકોને દંડી રહી છે. ડાબીબાજુ વળવા ઇચ્છુક વાહનચાલક ટ્રાફિકજામને કારણે આગળ વધી શકતો નથી અને તે કારણે ટ્રાફિક સમસ્યા વધુ વિકટ બની છે. પોલીસની નિષ્ફળતા દર્શાવતી તસવીરો કેમેરામાં કેદ થઇ હતી.
રૈયા ટેલિફોન એક્સચેન્જથી કોટેચા ચોક તરફ જવા ઇચ્છુક વાહનચાલક ઇન્દિરા સર્કલ પાસે પહોંચતા હતા ત્યારે તેમને ડાબીબાજુ વળવું હતું, પરંતુ પૂરો રસ્તો વાહનોથી પેક થઇ ગયો હતો અને ડાબીબાજુ વળી શકાય તેમ ન હોવાથી વાહનચાલકો સાઇકલ ટ્રેક પર વાહન ચડાવીને ડાબીબાજુ વળતાં જોવા મળ્યા હતા.
કેકેવી ચોકમાં ચારેય બાજુ વાહનોના થપ્પા લાગે છે, રેડ લાઇટ થતાં જ વાહનચાલકોને અટકી જવાનું હોય છે, પરંતુ ત્યાં ફરજ પર રહેલા સ્ટાફની આળસવૃત્તિને કારણે વાહનચાલકો દંડાઇ રહ્યા છે. ગ્રીન સિગ્નલ થતાં વાહનો આગળ ધપે છે સ્ટોપલાઇન નજીક પહોંચેલા વાહનચાલક જો સ્ટોપલાઇન ક્રોસ કરી જાય તો મેમો આવે છે.
ઇન્દિરા સર્કલે ટ્રાફિક પોલીસની ડાંડાઇના દર્શન રોજિંદા જોવા મળે છે. યુનિવર્સિટી રોડ પરથી આવતો વાહનચાલક રૈયા ટેલિફોન એક્સચેન્જ તરફ જવા ઇચ્છતો હોય અને તે ઇન્દિરા સર્કલ સિગ્નલ પાસે પહોંચે છે ત્યારે તેને ડાબીબાજુ વળવું હોય છે પરંતુ ડાબીબાજુ આડેધડ રીતે રિક્ષા સહિતના વાહનો ખડકાઇ જાય છે.
કેકેવી ચોકમાં બપોરે ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડે તમામ સાઇડ ખોલી નાખી હતી અને સિગ્નલ ચાલુ રાખ્યા હતા, વાહનચાલકો રેડ સિગ્નલ હોવા છતાં આગળ જતા હતા અને સીસીટીવી કન્ટ્રોલરૂમમાં તેના ઇ-મેમો જનરેટ થતા હતા, ચારેય બાજુ ખૂલી રાખવાને કારણે વાહનચાલકો સામસામે પણ આવી ગયા હતા.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.