તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વિરોધ:ટ્યુશન ક્લાસિસ ચાલુ કરવાની માંગ સાથે કાલે ગાંધીનગરમાં સંચાલકો મૌન રેલી યોજશે, કહ્યું ક્લાસિસ બંધ થતાં ઘરખર્ચ, લોનના હપ્તા ભરવા મુશ્કેલ

રાજકોટ11 દિવસ પહેલા
રાજકોટ ટ્યુશન ક્લાસ સંચાલન મંડળના પ્રમુખ પ્રકાશભાઈ
  • ક્લાસિસ સંચાલકોએ સરકારને 15 હજાર ટ્વીટ અને 16 હજાર જેટલા મેઈલ કરી ક્લાસિસ ખોલવા મંજૂરી માગી હતી

કોરોના મહામારીને કારણે ખાનગી ટ્યુશન ક્લાસિસ સંચાલકોની હાલત કફોડી બની છે. ત્યારે આજે રાજકોટમાં ટ્યુશન ક્લાસ સંચાલન મંડળના પ્રમુખે ગુજરાતના ટ્યુશન ક્લાસ સંચાલકો આવતીકાલે 17 ઓક્ટોબરે ગાંધીનગરમાં મૌન રેલી યોજશે તેવી જાહેરાત કરી છે. ટ્યુશન ક્લાસ શરૂ કરવાની માંગ સાથે રેલી યોજવામાં આવશે. આવતીકાલે ગાંધીનગરમાં આંબેડકર સર્કલથી રેલીની શરૂઆત કરવામાં આવશે. ગુજરાતમાં 15 લાખ શિક્ષક પરિવાર ક્લાસિસ સાથે જોડાયેલા છે. ક્લાસિસ બંધ થતા ઘરખર્ચ, ક્લાસિસનું ભાડુ, લોનના હપ્તા ભરવામાં મુશ્કેલી પડી રહી છે.

ક્લાસિસ સંચાલકોએ સરકારને અગાઉ 15 હજાર ટ્વીટ અને 16 હજાર મેલ કર્યા
ટ્યુશન ક્લાસિસના સંચાલકોએ ટ્યુશન ક્લાસ ખોલવાની મંજૂરી આપવા માટે સરકારને અગાઉ 15 હજાર ટ્વીટ અને 16 હજાર મેઈલ કરવામાં આવ્યા હતા. પરંતુ સરકાર દ્વારા યોગ્ય જવાબ ન મળતા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં ટ્યુશન ક્લાસિસના સંચાલકોની હાલત કફોડી બનતા સરકાર પાસે ટ્યુશન ક્લાસ ખોલવાની માંગ કરી રહ્યા છે.

33 જિલ્લાના હોદ્દેદારો અને પ્રમુખો એકત્ર થશે
રાજકોટ ટ્યુશન ક્લાસ સંચાલન મંડળના પ્રમુખ પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે, સરકારની વારંવાર રજુઆતો કરી અને મેઈલ પણ કર્યા પછી પણ સરકાર અમારા ક્લાસિસ સંચાલકો પ્રત્યે ચિંતિત નથી. આથી નાછૂટકે 33 જિલ્લાના હોદ્દેદારો, પ્રમુખો ગાંધીનગરમાં આંબેડકર ચોકમાં ભેગા થવાના છીએ અને રેલી યોજવાના છીએ.

6 દિવસ પહેલા રાજકોટમાં ટ્યુશન ક્લાસિસના સંચાલકો વિરોધ કર્યો હતો
કોરોના મહામારીને કારણે છેલ્લા સાત મહિનાથી ટ્યૂશન ક્લાસિસ અને કોચિંગ ક્લાસ બંધ છે. ત્યારે 6 દિવસ પહેલા રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ટ્યૂશન સંચાલકો એકત્ર થયા હતા. સંચાલકો સફેદ વસ્ત્રોમાં આવી હાથમાં કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ કહ્યું હતું કે, ટ્યૂશન ક્લાસિસ સાથે સંકળાયેલાઓના પરિવારનો શું વાંક. વિરોધના પગલે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને પોલીસે તમામની અટકાયત કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો