ખોડલધામનો પાટોત્સવ રાબેતા મુજબ યોજાશે:વાઇબ્રન્ટ મોકૂફ રહી તોય ખોડલધામને 20 લાખ લોકો ભેગા કરવા છે? આજે મહત્ત્વની બેઠક

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શનિવારે સત્તાવાર નિર્ણય જાહેર થશે, ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 21 જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થશે
  • ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આજે ટ્રસ્ટીઓની બેઠક બોલાવી છે

કોરોના સંક્રમણ વધી રહ્યું છે, કોરોનાના કેસ જેટ ગતિએ વધી રહ્યા છે, રાજ્ય સરકારે પણ વાઇબ્રન્ટ સમિટ સહિતના કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યા છે ત્યારે રાજ્યભરના લોકોની જે આયોજન તરફ મીટ મંડાઇ હતી, તે ખોડલધામનો પાટોત્સવ પર પણ પ્રવર્તમાન સ્થિતિની અસર જોવા મળી રહી છે, પાટોત્સવ મોકૂફ રાખવો, કોઇ અન્ય તારીખે કે મહિને રાખવો કે વર્ચ્યુલ આયોજન કરવું આ મુદ્દે દિવ્યભાસ્કર સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં ખોડલધામના પ્રણેતા નરેશ પટેલે જણાવ્યું હતું કે, શનિવારે કોર કમિટી નિર્ણય કરશે. બેઠક બાદ તે અંગેની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવશે.

દિવ્યભાસ્કરના આ પ્રશ્નો અને નરેશ પટેલના જવાબ

દિવ્યભાસ્કર: પાટોત્સવનો કાર્યક્રમ વર્ચ્યુલ થશે કે ઓફલાઈન
નરેશ પટેલ: ખોડલધામનો પાટોત્સવનો કાર્યક્રમ મોકૂફ રાખવો કે કેમ તે કોર કમિટી નક્કી કરશે

દિવ્યભાસ્કર: આપ જ ખોડલધામના પ્રમુખ છો તો તમે જે નક્કી કરશો એ જ થશે ને !
નરેશ પટેલ: ના, કોર કમિટીના બધા સભ્યો નક્કી કરશે પછી નિર્ણય લેવાશે

આજે ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી
આજે ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી

મીડિયામાં વહેતા થયેલા સમાચારને ધ્યાને ન લેતા
લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક સમા ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 21 જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થશે. આથી ખોડલધામમાં 21મી જાન્યુઆરીએ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ ગઈકાલે પાટોત્સવ વર્ચ્યુઅલ યોજવાનો ખોડલધામ કોર કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો, જયારે આજે ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે, મીડિયામાં વહેતા થયેલા સમાચારને ધ્યાને ન લેતા.

આજે સત્તાવાર જાહેરાત કરાશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખોડલધામના કાર્યક્રમ અંગેનો સત્તાવાર નિર્ણય આજે (શનિવારે) લેવાશે. આજે ટ્રસ્ટી મંડળની તેમજ કોર કમિટીની બેઠક મળશે. બાદમાં પત્રકાર પરિષદ કરીને ખોડલધામ પાટોત્સવ અંગેની સત્તાવાર જાહેરાત કરાશે.

ઉલ્લેખનીય છે કે આજે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે ટ્રસ્ટીઓની બેઠક બોલાવી છે. આમ, ખોડલધામના પાટોત્સવ મહોત્સવને લઇને હજુ પણ મંદિરના સત્તાધીશો મૂંઝવણ અનુભવતા હોય એવું લાગી રહ્યું છે.

લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતીક સમા ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 21 જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થશે.
લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતીક સમા ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 21 જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થશે.

ખુદ નરેશ પટેલે સમાજને આમંત્રણ આપવા ગુજરાત ભ્રમણ કર્યું હતું
પાટોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે સમગ્ર ગુજરાતમાં રહેતા પાટીદાર સમાજને આમંત્રણ આપવા ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે ખુદ સમગ્ર રાજ્યમાં ભ્રમણ કર્યું હતું. ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, આગેવાનો અને સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. પાટોત્સવમાં 108 કુંડી યજ્ઞ યોજાવાનો હોવાથી સ્વયંસેવકો દ્વારા હવનકુંડ તૈયાર કરી દેવામાં આવ્યા છે.

મંદિરમાં ખોડિયાર માતાજીની સાથે અન્ય 20 દેવી-દેવતાઓ બિરાજમાન છે
આ ભવ્ય મંદિરમાં ખોડિયાર માતાજીની મૂર્તિની સાથે મા અંબા, મા બહુચર, મા આશાપુરા, મા વેરાઇ, મા મહાકાળી, મા અન્નપૂર્ણા, મા ગાત્રાળ, મા રાંદલ, મા બૂટભવાની, મા બ્રહ્માણી, મા મોમાઈ, મા ચામુંડા, મા ગેલ, મા શિહોરી, મા નાગબાઈ, મા હરસિદ્ધિ, વીર હનુમાનજી, ગણપતિજી, રામ-સીતા અને રાધા-કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.

પાટોત્સવમાં 108 કુંડી યજ્ઞ માટે હવનકુંડ પણ તૈયાર કરવામાં આવ્યા છે.
પાટોત્સવમાં 108 કુંડી યજ્ઞ માટે હવનકુંડ પણ તૈયાર કરવામાં આવ્યા છે.

ખોડલધામ મંદિરની વિશેષતા
કાગવડ સ્થિત ખોડલધામ મંદિરમા મા ખોડલની સાથે અન્ય 20 દેવી-દેવતાઓની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. મંદિરના મંડોવરથી શિખર સુધી કુલ 650 જેટલી મૂર્તિ કંડારીને મૂકવામાં આવી છે. મંદિરની જગતીમાં રહેલી પટેલ પેનલમાં ધરતીપુત્ર પટેલની મૂર્તિઓ કંડારીને મુકાઈ છે. ખોડલધામ એકમાત્ર એવું મંદિર છે, જેની જગતીમાં કલાત્મક પટેલ પેનલ મૂકવામાં આવી હોય. ખોડલધામ મંદિર વિશ્વનું પ્રથમ એવું મંદિર છે, જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની સ્થાપના 08-03-2010ના રોજ થઈ હતી, જેનો વિચાર નરેશ પટેલને 2002માં મિત્રો સાથે વાત કરતા આવ્યો હતો.

મંદિરની લંબાઈ 298 ફૂટ અને 7 ઇંચ
ખોડલધામ મંદિર બંસી પહાડપુરના 2 લાખ 30 હજાર ઘનફૂટ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે, જે રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બયાના ગામની નજીકની ખાણમાંથી નીકળે છે. મંદિરની પહોળાઈ 252 ફૂટ અને 5 ઇંચ છે. મંદિરની લંબાઈ 298 ફૂટ અને 7 ઇંચ છે. જ્યારે જમીનથી ધ્વજદંડ સુધીની ઊંચાઈ 159 ફૂટ 1 ઇંચ છે. ખોડલધામ મંદિરની ટોચ પર એક 14 ફૂટ ઊંચો, 6 ટનનો સૂવર્ણ જડિત કળશ સ્થાપિત કરાયો છે. કળશની પાસે 40 ફૂટ ઊંચો ધ્વજદંડ મૂકવામાં આવ્યો છે. ધ્વજદંડ પર બાવન ગજની ધ્વજા લહેરાઈ રહી છે.

પાટોત્સવને લઈને ખોડલધામમાં તડામાર તૈયારી પણ ચાલી રહી છે.
પાટોત્સવને લઈને ખોડલધામમાં તડામાર તૈયારી પણ ચાલી રહી છે.

ઓડિશાના કારીગરો દ્વારા મૂર્તિઓ કંડારવામાં આવી હતી
ઓડિશાના કારીગરો દ્વારા કંડારવામાં આવેલી લગભગ 650 મૂર્તિ માંડોવરથી ખોડલધામ મંદિરની શિખર સુધી સ્થાપિત કરવામાં આવી છે. પિલર, બીમ, તોરણ, છતની ડિઝાઈન એ બધું રાજસ્થાનના કારીગરોએ કંડાર્યું છે. ખોડલધામ મંદિરનો સમાવેશ મહામેરુ પ્રાસાદમાં થાય છે, એટલે કે જેનું સ્વરૂપ મોટા પર્વત જેવું હોય એને મહામેરુ પ્રાસાદ કહે છે.

અન્ય સમાચારો પણ છે...