રાજકોટમાં આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે રાજકોટ-જામનગર હાઈવે પર ત્રિપલ અકસ્માત થયો હતો. 2 કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બેને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
ઈન્ડિયન ગેસના ટ્રક સાથે 2 કાર અથડાઈ
ઘટનાની વિગત અનુસાર નવા 150 ફૂટ રિંગરોડથી રાજકોટ હાઈવે તરફ ટ્રક આવી રહ્યો હતો. ત્યારે વિઝિબિલિટિ ઓછી હોવાના કારણે ઈન્ડિયન ગેસના ટ્રક સાથે 2 કાર ધડાકાભેર અથડાઈ હતી. આ ઘટનાામાં 2ને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
ધુમ્મસને કારણે સવારે વિઝિબિલિટી 1200 મીટર સુધીની હતી
રાજકોટ શહેરમાં ન્યુનતમ તાપમાન 10.7, જ્યારે મહત્તમ તાપમાન 24.6 ડિગ્રી સેલ્શિયસ રહ્યું હતું. ન્યુનતમ તાપમાનમાં નજીવો વધારો થયો છે પણ દિવસ દરમિયાન ધુમ્મસ અને ઉત્તરના ઠંડા અને ભારે પવનને કારણે મહત્તમ તાપમાન છેલ્લા 3 દિવસમાં સૌથી ઓછું નોંધાયું છે. વહેલી સવારે ધુમ્મસને કારણે ભેજનું પ્રમાણ 88 ટકા હતું. પણ સાંજ થતાં જ ઉત્તરથી આવતા ઠંડા અને સૂકા પવનોને કારણે ભેજનું પ્રમાણ ઘટીને 47 ટકા થયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ 10 તારીખ સુધી આવી જ સ્થિતિ રહેવાની છે. જેમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી કે તેથી નીચું તેમજ ન્યુનતમ તાપમાન 9થી 10 ડિગ્રી સેલ્શિયસની આગાહી કરાઈ છે. ધુમ્મસને કારણે સવારે વિઝિબિલિટી 1200 મીટર સુધીની હતી. સામાન્ય દિવસોમાં આ 5000 મીટર હોય છે અને જો તે 1200 મીટરની નીચે જાય તો ફ્લાઈટ લેન્ડ થવામાં સમસ્યા થતી હોય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.