જંગ:સાણથલી, શિવરાજપુર બેઠકમાં ભાજપ- કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાણથલીમાં પાટીદારઅને શિવરાજપુરમાં કોળી મતદારોનું પ્રભુત્વ

રાજ્યભરમાં આજે પેટાચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતની ખાલી પડેલી બે બેઠક પર આજે મતદાન યોજાશે. શિવરાજપુર અને સાણથલી બેઠક પર મતદાન થવાનું છે. જોકે બન્ને બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. ત્યારે મતદારોનું વલણ કોના તરફ રહે છે તે જોવું રહ્યું.જિલ્લા પંચાયતની 36 બેઠકમાંથી 25 ભાજપ અને 11 કોંગ્રેસ પાસે છે.

જેમાંથી બે સભ્યનું કોરોનાની બીજી લહેરમાં અવસાન થતાં બે બેઠક ખાલી પડી છે. બન્ને બેઠક જસદણ તાલુકાની છે. જેમાં કોંગ્રેસ પાસે રહેલ શિવરાજપુર અને ભાજપ પાસે પહેલ સાણથલી બેઠક પર આજે મતદાન યોજાશે. ત્યારે પાટીદારોનો ગઢ ગણાતી સાણથલી બેઠક પર ત્રિપાંખિયો જંગ જામ્યો છે. બીજી તરફ કોળી મતદારો જ્યાં સૌથી વધુ છે તે શિવરાજપુર બેઠક પર ભાજપ, કોંગ્રેસ તેમજ આપ ઉપરાંત ચોથા ઉમેદવાર પણ જંગ લડી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...