પ્રદૂષણ:ત્રિકોણબાગે પ્રદૂષણ વધ્યું, એર ક્વોલિટી ઇન્ડેક્સ 262

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વહેલી સવારથી સાંજ સુધી ઈન્ડેક્સ યલો ઝોન ઉપર
  • પ્રદૂષકોના કણોની સંખ્યા પણ રેડ ઝોનમાં પહોંચી, ટ્રાફિકના કારણે બગડી રહી છે સ્થિતિ

રાજકોટ શહેરના મધ્યમાં આવેલા ત્રિકોણબાગમાં પ્રદૂષણનું સ્તર ફરીથી વધી ગયું છે અને એર ક્વોલિટી ઈન્ડેક્સ 262ની સપાટીએ પહોંચી ગયો છે. 150થી વધુનું સ્તર સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી જ્યારે 300ની નજીક હોય તો તે જોખમી ગણાય છે તેથી હાલ ત્રિકોણબાગની સ્થિતિ ખરાબ કહી શકાય.

મનપાએ શહેરમાં જુદા જુદા સ્થળોએ મુકેલા સેન્સરમાં તાપમાન અને વરસાદ ઉપરાંત હવાની ગુણવત્તા પણ મપાય છે. આ સેન્સરમાં ચકાસણી કરતા ત્રિકોણબાગમાં વહેલી સવારથી જ એર ક્વોલિટી ઈન્ડેક્સ 50ની ઉપર એટલે યલો ઝોનમાં પહોંચી ગયો હતો. સવારના 8 વાગ્યે પ્રદૂષણ વધતા 100ને પાર કરી ગયો હતો અને 10 વાગ્યા સુધીમાં 262 પર આવી ગયો હતો.

બપોરના સમયે ઈન્ડેક્સ ઘટ્યો હતો પણ યલો ઝોનથી નીચે જઈ શક્યો ન હતો અને સાંજે ફરી ઉપર આવ્યો હતો. માત્ર હવા જ નહિ પણ હવામાં વહેતા પ્રદૂષકોના નાના કણો પણ જોખમી સ્તરે જોવા મળ્યા હતા. પીએમ 2.5નું પ્રમાણ 109 સુધી જતા રેડ ઝોનમાં જોખમી સ્તર નોંધાયું હતું. ત્રિકોણબાગ શહેરની મધ્યમાં હોવાથી વાહનોની અવર જવર વધુ રહે છે જેથી પ્રદૂષણનું સ્તર વધુ આવે છે.

અન્ય સમાચારો પણ છે...