રાજકોટના SCA સ્ટેડિયમનો માહોલ:તિરંગા કોટી, માથા પર સાફા પહેરી ક્રિકેટરસિકો ઊમટ્યા, એક જ કારમાં શ્રીલંકન અને ભારતીય ફેન પોત પોતાના રાષ્ટ્રધ્વજ લહેરાવતા આવ્યા

રાજકોટ23 દિવસ પહેલા

આજે ભારત-શ્રીલંકા વચ્ચે ટી-20 મેચની શ્રેણીનો ફાઈનલ મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) સ્ટેડિયમમાં રમાય રહ્યો છે. ત્યારે રાજકોટ સહિત ગુજરાતભરના ક્રિકેટરસિકો મેચ નિહાળવા SCA સ્ટેડિયમ આવી પહોંચ્યા છે અને એન્ટ્રી લીધી હતી. તિરંગા કોટી અને માથા પર સાફા પહેરી ક્રિકેટરસિકો SCA સ્ટેડિયમ પહોંચ્યા હતા. જ્યારે એક જ કારમાં શ્રીલંકન અને ભારતીય ફેન પોત પોતાના રાષ્ટ્રધ્વજ લહેરાવતા આવ્યા હતા.

ક્રિકેટરસિકોએ ગાલ પર તિંરગા લગાવ્યા
સ્ટેડિયમ બહાર ક્રિકેટરસિકો ભારતના રાષ્ટ્રધ્વજ સાથે જોવા મળી રહ્યા હતા. તેમજ કેટલાકે તો ગાલ પર તિરંગા લાગાવ્યા છે. ભારતીય અને શ્રીલંકન ટીમને સપોર્ટ કરવા ફેન ઉમટ્યા છે. ત્યારે એક કારમાં એક ભારતીય અને એક શ્રીલંકન યુવાન પોતાપોતાના દેશના ઝંડા લહેરાવતા નજરે પડ્યા હતા. તેમજ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા.

ક્રિકેટરસિકો તિરંગા કોટી પહેરીને આવ્યા.
ક્રિકેટરસિકો તિરંગા કોટી પહેરીને આવ્યા.

પોલીસ દ્વારા દરેક પ્રેક્ષકનું ચેકિંગ
SCA સ્ટેડિયમમાં પ્રવેશ મેળવનાર દરેક પ્રેક્ષકનું પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. કોઈ પણ પ્રતિબંધિત વસ્તુ સ્ટેડિયમ અંદર ન જાય તે માટે પોલીસ ખાસ ધ્યાન રાખી રહી છે. કોરાનાની સંભવિત ચોથી લહેરને ધ્યાને રાખીને પોલીસ દ્વારા દરેક પ્રેક્ષકનું સ્ક્રિનિંગ પણ કરવામાં આવ્યું હતું. ચંદીગઢથી આવેલા રાંભા નામના યુવાને જણાવ્યું હતું કે, જ્યારે પણ રાજકોટમાં મેચ હોય ત્યારે અમે અવશ્ય આવીએ છીએ. બહુ જ સારું લાગે છે. ભારત અને શ્રીલંકા વચ્ચે બરાબરનો મુકાબલો છે, પણ ભારત જ જીતશે. મહેન્દ્ર ધોની તરફથી મને પાસ મળે છે એટલે હું દરેક જગ્યાએ મેચ જોવા પહોંચી જાવ છું. 16 વર્ષથી ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરવા મેચ જોવા આવું છું.
રાજકોટનું સ્ટેડિયમ બહુ જ સારું છે.

અંજારથી દ્રવિડનો ફેન મેચ જોવા આવ્યો.
અંજારથી દ્રવિડનો ફેન મેચ જોવા આવ્યો.

મેચમાં 400થી વધુ પોલીસ જવાન તૈનાત
ખંઢેરીમાં યોજાનાર ભારત-શ્રીલંકા વચ્ચેના ત્રીજા T-20 મેચમાં અનિચ્છનીય બનાવને અટકાવવા રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ 5 ડીવાય.એસ.પી., 10 પીઆઇ, 40 પીએસઆઇ, 232 પોલીસ કર્મચારી, 46 ટ્રાફિક પોલીસ, 64 મહિલા પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના 32 કર્મચારીને બંદોબસ્તમાં તૈનાત કરવા આવ્યા છે. આ ઉપરાંત બોમ્બ ડિસ્પોઝલની બે ટીમને પણ સ્ટેડિયમમાં તૈનાત કરાઇ છે.

સ્ટેડિયમમાં એન્ટ્રી કરતા દરેક પ્રેક્ષકનું ચેકિંગ કરવામાં આવ્યું.
સ્ટેડિયમમાં એન્ટ્રી કરતા દરેક પ્રેક્ષકનું ચેકિંગ કરવામાં આવ્યું.

બોલરો ભારતને જીત તરફ લઇ જઇ શકશે
આજની મેચમાં ભારતની ટીમ માટેનો પલ્સ પોઇન્ટ એ છે કે ખંઢેરી સ્ટેડિયમ પર ટોપ બોલર્સની યાદીમાં પ્રથમ નામ યૂઝવેન્દ્ર ચહલનું છે જે અત્યારસુધી આ સ્ટેડિયમ પર કુલ 3 મેચ રમી ચૂક્યા છે. જેમાં કુલ 12 ઓવર ફેંકી છે અને 85 રન આપી કુલ 5 વિકેટ હાંસલ કરી છે. જ્યારે અક્ષર પટેલ ગુજ્જુ બોય હોવાથી આ પીચનો અનુભવ ધરાવે છે અને તેમનું પણ સારું પ્રદર્શન રહ્યું છે. જેઓ આ સ્ટેડિયમ પર 2 મેચ રમી 6.5 ઓવરમાં 58 રન આપી એક વિકેટ મેળવી છે. ત્યારે આજની મેચમાં બન્ને બોલરો હોવાથી ભારતીય ટીમને ફાયદો થઈ શકે તેમ છે અને ટીમને જીતના ટર્નિંગ પોઇન્ટ તરફ લઇ જઇ શકે તેમ છે.

પોલીસ દ્વારા ચેકિંગ.
પોલીસ દ્વારા ચેકિંગ.

રવીન્દ્ર જાડેજા ન હોવાથી ચાહકો તેને જરૂર મીસ કરશે
રાજકોટમાં જ્યારે પણ મેચ રમાતી હોય ત્યારે અહીંના લોકો રવીન્દ્ર જાડેજાની રમત જોવા માટે આતૂર જ જણાતા હોય છે. જોકે, રાજકોટના SCA સ્ટેડિયમ ઉપર ભારતે રમેલી ચાર ટી-20 મેચમાંથી લોકલ બોય રવીન્દ્ર જાડેજા માત્ર એક જ ટી-20 મુકાબલો રમ્યો છે. રવીન્દ્ર જાડેજા રાજકોટના સ્ટેડિયમ પર ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં રમ્યો હતો. જેમાં તેણે ચાર ઓવરમાં માત્ર 23 રન આપી એક વિકેટ મેળવી હતી. આ પછી ટીમ ઈન્ડિયા અહીં ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ અને આફ્રિકા સામે રમી હતી જે ટીમમાં રવીન્દ્રનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો અને આજની શ્રીલંકા સામે ટી-20 મેચમાં પણ રવીન્દ્ર જાડેજા ન હોવાથી ચાહકો તેને જરૂર મીસ કરશે​​​​.

સ્ટેડિયમના એન્ટ્રી ગેટ પર પોલીસનું ચેકિંગ.
સ્ટેડિયમના એન્ટ્રી ગેટ પર પોલીસનું ચેકિંગ.
અન્ય સમાચારો પણ છે...