સંતોએ શોક વ્યક્ત કર્યો:સંતો-મહંતોની મૃતકોને શ્રદ્ધાંજલિ, ઘાયલોને સ્વસ્થ થવા પ્રાર્થના કરાઈ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબીની ઘટના અંગે ઈન્દ્રભારતીબાપુ, અપૂર્વમૂનિ સ્વામી, અભિષેકલાલજી મહારાજ સહિતના સંતોએ શોક વ્યક્ત કર્યો

મોરબીમાં રવિવારે ઝૂલતો પુલ તૂટી પડવાની બનેલી ગોઝારી ઘટનામાં મૃતક આંક સતત વધી રહ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ટોચના સંતો-મહંતોએ આ ઘટનામાં અવસાન પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને જે લોકો હાલ આ દુર્ઘટનામાં ઘાયલ છે, હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે તેઓ પણ ઝડપથી સ્વસ્થ થાય તેના માટે પ્રાર્થના કરી હતી.

જૂનાગઢના ગિરનાર મંડળના પ્રમુખ અને પંચદશનામ જૂના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઇન્દ્રભારતીબાપુ, રાજકોટ બીએપીએસના સંત નિર્દેશક અપૂર્વમુનિ સ્વામી, ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરના કોઠારી રાધારમણદાસજી સ્વામી,વલ્લભાશ્રય હવેલીના ગાદીપતિ અભિષેકલાલજી મહારાજ સહિતના રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના પણ અનેક સંતો-મહંતોએ મોરબીની આ ગોઝારી ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી છે અને સારવાર લઇ રહેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...