ભેદ ઉકેલાયો:રાજકોટમાં વૃદ્ધ દંપતીઓને બંધક બનાવી લૂંટ ચલાવતી આદીવાસી ટોળકી ઝડપાઈ, 5ની ધરપકડ, રૂા.6.35 લાખનો મુદ્દામાલ કબજે

રાજકોટ5 મહિનો પહેલા
પોલીસે 5ની ધરપકડ કરી
  • મોરબી અને પંચમહાલ જિલ્લામાં પણ લૂંટ ચલાવ્યાની કબૂલાત
  • કોટડા સાંગાણી, લોધિકા અને પડધરીમાં થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો

રાજકોટમાં વૃદ્ધ દંપતીઓને નિશાન બનાવી લુંટ ચલાવતી આદીવાસી લૂંટારૂ ગેંગને રાજકોટ રૂરલ એલસીબીની ટીમે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં લોધીકાના મોટાવડા અને કોટડાસાંગાણીના રોજપરાની લૂંટ તથા અજય મંદિર ચોરીનો પણ ભેદ ઉકેલાયો છે. પોલીસે 5ની ધરપકડ કરી રૂા.6.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

સોનાની બુટી તથા મોબાઇલની લુંટ કરી
લોધીકા તાલુકાના મોટાવડા ગામે આવેલ વૃધ્‍ધ દંપતિને લાકડીઓ વડે માર મારી માથામા હેમરેજ જેવી ગંભીર ઇજા પહોચાડી રોકડ રકમ તથા સોના-ચાંદીની વસ્‍તુની લુંટ ચલાવી હતી. જે અંગે 5 જાન્યુઆરી ના રોજ લોધીકા પોલીસ મથકમાં આઇ.પી.સી. કલમ 394, 397, 506(2), 450, 34 મુજબનો ગુનો દાખલ થયો હતો. જયારે બીજા બનાવમાં 8 ફેબ્રુઆરીના રોજ રાત્રીના સમયે કોટડા સાંગાણી તાલુકાના રાજપરા ગામે આવેલ વૃધ્‍ધ દંપતિને માર મારી હાથમાં ફેકચર તથા મોઢા પર આગળના ભાગે દાંતમાં ગંભીર ઇજાઓ પહોચાડી રોકડ રકમ તથા સોનાની બુટી તથા મોબાઇલની લુંટ કરી હતી.

કુલ રૂા. 6,35,780 નો મુદ્દામાલ કબ્‍જે કરી વધુ તપાસ હાથ ધરી
કુલ રૂા. 6,35,780 નો મુદ્દામાલ કબ્‍જે કરી વધુ તપાસ હાથ ધરી

પોલીસે અલગ અલગ ટીમ બનાવી
આ અંગે કોટડા સાંગાણી પોલીસ મથકમાં આઇ.પી.સી. કલમ 394, 450, 114 તથા જી.પી.એક્ટ 135 મુજબનો ગુનો દાખલ થયો હતો. આ ગુનાની ગંભીરતા ધ્‍યાને લઇ રાજકોટ રેન્જ આઈ.જી.પી. સંદિપ સિંહ તથા રૂરલ એસપી બલરામ મીણાએ આ ગુન્‍હાનો ભેદ ઉકેલી આરોપીઓને તાત્‍કાલીક પકડી પાડવા અંગે સુચના આપી હતી જેના આધારે ગ્રામ્ય લેસીબી દ્વારા લુંટ કરનાર ઇસમોને પકડી પાડવા અલગ અલગ ટીમો બનાવી આજુ બાજુના વિસ્‍તારના સીસીટીવી ફુટેજ ચેક કરવામાં આવેલ તેમજ અગાઉ આવી એમ.ઓ. ધરાવતા ઇસમોને ચેક કરવામાં આવેલ હતા..

ચોક્કસ બાતમી મળી હતી
તપાસ દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે કાલાવડ તરફથી રાજકોટ તરફ બે નંબર પ્‍લેટ વગરના વાહનમાં કુલ પાંચ માણસો શંકાસ્‍પદ સોના ચાંદીના દાગીના વેચવા જવા માટે રાજકોટ તરફ જવા નીકળેલ છે. દરમિયાન લોધીકા તાલુકાના દેવળા ગામ બસ સ્‍ટોપ પાસે, કાલાવડથી રાજકોટ તરફ જતા રોડ ઉપર થી કુલ 6,35,780 રૂપિયાના મુદામાલ સાથે 5 શખ્સોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને આ પકડાયેલ ઇસમોની પુછપરછ દરમ્‍યાન લોધીકા તાલુકાના મોટાવડા ગામે બનેલ લુંટનો તથા કોટડાસાંગાણી તાલુકાના રાજપરા ગામે બનેલ લુંટનો તેમજ પંચમહાલ જીલ્લાના કાલોલ પોલીસ સ્ટેશનના બોરૂ ગામે બનેલ ધાડના વણશોધાયેલ ગુના શોધી કાઢવામાં આવેલ છે.

બે મહિના પહેલાની ચોરીનો ભેદ ખુલ્યો
પોલીસે આંતરરાજય ગેંગના પારસીંગ ઉર્ફે પારૂ ઉર્ફે રાજુ વહુનીયા (ઉવ.45) , નરૂ કાળીયા પરમાર (ઉવ.30), કમલેશ જાલમ વાખળા, (ઉવ. 25) , દિનેશ નરશુ ઉર્ફે નરશી પરમાર અને રતના સગા મીનામા (ઉવ.42) ને પકડી લીધા હતા. તમામની પુછપરછમાં બે મહિના પહેલા પારસીંગ ઉર્ફે પારૂ ઉર્ફે રાજુ જોરીયા ઉર્ફે જોરસીંગ વહુનીયા તથા નરૂ પરમાર તથા રતના સગા મીનાએ લોધીકા તાલુકાના મોટાવડા ગામમાં રહેણાંક મકાનમાં તાળા તોડી ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી હતી. તથા એકાદ મહિના પહેલા પારસીંગ ઉર્ફે પારૂ ઉર્ફે રાજુ વહુનીયા તથા નરૂ કાળીયા પરમાર તથા કમલેશ જાલમ વાખળા તથા દિનેશ નરશુ ઉર્ફે નરશી પરમારે રાજકોટ જીલ્લાના કોટડા સાંગાણી તાલુકાના રાજપરા ગામો મકાનનાં તાળા તોડી ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કર્યાની કબૂલાત આપી હતી.

પોલીસે 5ની ધરપકડ કરી રૂા.6.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે
પોલીસે 5ની ધરપકડ કરી રૂા.6.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે

મંદીરના તાળા તોડી ચોરી કરી
જેથી કોટડા સાંગાણી પોલીસ મથકમાં આઇ.પી.સી. કલમ 394, 450, 114 તથા જી.પી.એક્ટ 135 મુજબ પંચમહાલના કાલોલ તાલુકાના બોરૂ ગામમાં રહેણાંક મકાનમાં તાળા તોડી ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી હતી સાથે ત્રણેક મહિના પહેલા મોરબી જીલ્લાના ટંકારા વિસ્‍તારમાં આવેલ ચંપાપુરી તીર્થ, મોરબી રોડ પર જૈન મંદીરમાં પ્રવેશ કરી તાળા તોડી રોકડ રકમની ચોરી કરેલની કબુલાત આપેલ છે.પોલીસે 5 આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂા. 3,53,850, ત્રણ મોબાઇલ ફોન, સોનાની ધાતુના દાગીના કિં. રૂા. 1,72,830, ચાંદીની ધાતુના દાગીના કિ. રૂા. 75,100 મળી કુલ રૂા. 6,35,780 નો મુદ્દામાલ કબ્‍જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

શું હતી આરોપીઓની મોડેસ ઓપરેન્ડી ?
આરોપીઓના સગા સબંધીઓ જે વિસ્‍તારમાં કામ કરતા હોય તેઓનો સંપર્ક કરી તેઓ પાસેથી વાડી વિસ્‍તારમાં રહેતા માણસો મોટી રકમ પોતાની વાડીના મકાનમાં રાખતા હોય તેની માહિતી મેળવી અને લુંટ કરવા પ્લાન તૈયાર કરતા હતા. તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં આવેલ મંદિરમાં પ્રવેશ કરી તેના તાળાઓ તોડી તેમાંથી રોકડ રકમ તથા ચાંદીના દાગીનાઓની ચોરી કરવાની ટેવ ધરાવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.